ખેડાઃ ખેડાના કપડવંજથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે, અહીં એક જ પરિવારના ચાર સભ્યોએ આત્મહત્યા કરવાના ઈરાદેથી કેનાલમાં ઝંપલાવ્યું છે. લાડવેલ પાસે પસાર થતી નર્મદા નહેરમાં આ પરિવાર આજે શુક્રવારે કુદી પડ્યો હતો. જેમાં પતિ પત્ની અને બે બાળકોનો સમાવેશ થાય છે. જોકે આ ઘટનામાં લોકોએ દોરડું ફેંકીને યુવકને બચાવી લીધો છે, પણ બાકીનો પરિવાર મળી રહ્યો નથી.
ADVERTISEMENT
હેવાનિયતની હદઃ 7 વર્ષની બાળા પર રેપ પછી માથામાં મારી ઈંટ, બ્લેડ ગળા પર ઘસીને મારી નાખી
લોકો બચાવવા દોડી ગયા
ખેડાના કપડવંજ ખાતે એક પરિવારે લાડવેલ પાસેથી પસાર થતી નર્મદા નહેરમાં કુદકો મારીને જીવનનો અંત આણવાનો પ્રયાસ કર્યો છે. પતિ, પત્ની અને બે બાળકોએ નહેરમાં કુદીને જીવન ટુંકાવાનો પ્રયાસ કર્યાનું જોતા ત્યાં હાજર લોકોએ તુરંત તેમની મદદ કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. લોકોએ દોરડું નાખીને યુવકને બચાવી લીધો હતો. જોકે આ યુવક ક્યાંનો છે અને આ પરિવારે કેમ આ પગલું લીધું તેની જાણકારી મળી શકી નથી. નહેરમાં એક મહિલા અને બે બાળકો ડૂબી ગયા હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. ઘટનાની જાણકારી મળતા આસપાસના અન્ય લોકો પણ સ્થળ પર દોડી ગયા હતા. મહિલાના પરિવારજનો પણ આ દરમિયાન નહેર પર પહોંચી ગયા છે. નહેરમાં ગરકાવ થયેલા લોકોને શોધવાની કામગીરી શરૂ થઈ ગઈ છે.
(વીથ ઈનપુટઃ હેતાલી શાહ, નડિયાદ)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT