ગુજરાતના પૂર્વ ગવર્નર ઓ પી કોહલીનું નિધનઃ શિક્ષકથી ગવર્નર સુધીની સફર

ગાંધીનગરઃ ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવાના પૂર્વ ગવર્નર એવા ઓ પી કોહલી હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમના અવસાનની વિગતો સામે આવી રહી છે. ઓમ પ્રકાશ કોહલીની…

gujarattak
follow google news

ગાંધીનગરઃ ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવાના પૂર્વ ગવર્નર એવા ઓ પી કોહલી હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમના અવસાનની વિગતો સામે આવી રહી છે. ઓમ પ્રકાશ કોહલીની જીવન સફર પણ ઘણી રોચક રહી હતી. તેઓ શિક્ષકની ભૂમિકાથી લઈને ભાજપના સંગઠનની ભૂમિકા ઉપરાંત ગવર્નર તરીકેની ભૂમિકા પણ નિભાવી ચુક્યા છે. 87 વર્ષની જૈફ વયે તેઓનું નિધન થયું હતું. આ અંગેની જાણકારી મળતા ભાજપના અનેક નેતાઓએ તથા કાર્યકરોએ સોશ્યલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો હતો.

અરવલ્લી ASIએ પોલીસ સ્ટેશનને જ બનાવ્યો ભ્રષ્ટાચારનો અડ્ડો, ખુરશી પર બેસીને જ લેવાની લાંચ

ઓપી કોહલીનો જન્મ 9 ઓગસ્ટ 1935એ થયો હતો. પોતાના વાંચનના શોખને કારણે તેઓને લેખનનો પણ એટલો જ શોખ રહ્યો હતો. તેઓ ભાજપના સંગઠન સાથે જોડાયા હતા ઉપરાંત તેમણે ગુજરાતના રાજ્યપાલ હતા ત્યારે વિવિધ પુસ્તકોની લાયબ્રેરી પણ બનાવી હતી. પોતાના સરળ સ્વભાવને કારણે પણ કોહલીએ અલગ છાપ ઊભી કરી હતી.

ગુજરાતમાં દારુબંધીના લીરેલીરા, રાજકોટમાં વરરાજાના ફુલેકામાં દારુની રેલમછેલ તો PSI પણ દારુના નશામાં !

કોહલીની થઈ હતી ધરપકડ
ઓમ પ્રકાશ કોહલી ભારતીય લોકતંત્રના ઉપરી પ્રતિનિધિ સભા રાજ્યસભાનના પૂર્વ સદસ્ય તથા ગુજરાતના રાજ્યપાલ પણ રહી ચુક્યા છે. તેઓ મહારાષ્ટ્ર તથા ગોવાના રાજ્યપાલ હતા. ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા રાજકારણી પણ હતા. તે 1994થી 2000 સુધી રાજ્યસભાના સદસ્ય રહ્યા હતા. તેમણે દિલ્હી વિશ્વવિદ્યાલય શિક્ષક સંઘ (ડૂટા) અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અધ્યક્ષનો પણ કાર્યભાર સંભાળ્યો હતો. દિલ્હીના હંસરાજ કોલેજ તથા દેશ બંધુ કોલેજમાં વ્યાખ્યાતાના પદ પર 37 વર્ષથી વધુ વર્ષો સુધી તેમણે સેવા આપી છે. વર્ષ 1999થી 2000 સુધી તેઓ ભાજપની દિલ્હી યુનિટના અધ્યક્ષ રહ્યા હતા. આ ઉપરાંત તેઓ ઈમર્જન્સી વખતે મીસાના અંતર્ગત પકડાયા હતા અને ધરપકડ પણ થઈ હતી. ઉલ્લેખનીય છે કે દિલ્હી વિશ્વવિદ્યાલયથી હિન્દીમાં સ્નાતક કોહલી શિક્ષાવિદ અને રાજનેતા હોવા સાથે સાથે એક લેખક પણ હતા. તેમણે ‘રાષ્ટ્રીય સુરક્ષાના મોર્ચા પર’, ‘શિક્ષા નીતિ’, અને ‘ભક્તિકાલના સંતોની સામાજિક’ ચેતના વગેરે નામના પુસ્તકો પણ લખ્યા છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp