પંચમહાલઃ જેના પર રેપ કર્યો તેની સાથે જ 17 વર્ષથી રહેતો હતો આરોપી, પોલીસને કેવી મળ્યો?

વડોદરાઃ પંચમહાલમાં એક વિચિત્ર બનાવ બન્યો છે. જેમાં એક બળાત્કારનો આરોપી છેલ્લા 17 વર્ષથી પીડિતાના ઘરે તેની સાથે જ રહેતો હતો. એટલું જ નહીં તેમને…

gujarattak
follow google news

વડોદરાઃ પંચમહાલમાં એક વિચિત્ર બનાવ બન્યો છે. જેમાં એક બળાત્કારનો આરોપી છેલ્લા 17 વર્ષથી પીડિતાના ઘરે તેની સાથે જ રહેતો હતો. એટલું જ નહીં તેમને એક પુત્ર પણ છે. આરોપી રંજીતસિંહને જોકે મહિલાના નિવેદન નોંધાવ્યા પછી પોલીસે જવા પણ દીધો છે.

જામનગરના હાર્દ સમા બર્ધન ચોકમાં વહેલી સવારે ભીષણ આગઃ Video

2006માં થઈ હતી ફરિયાદ
પીડિતાએ આ મામલામાં પોલીસ સાથે વાત કરી હતી અને પોલીસને નિવેદન આપ્યું હતું. પીડિત મહિલાએ આ મામલામાં પોલીસને નિવેદન આપ્યું કે, તેનું અપહરણ નથી થયું કે નથી થયો બળાત્કાર. પોલીસે રંજીતસિંહને સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. તેના સામે વર્ષ 2006માં મહિલાના પતિ દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં અપહરણ, બળાત્કાર અને વ્યભિચારનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસની પુછપરછમાં સામે આવી અજીબ કહાની
કલોલ પોલીસે જ્યારે આ દંપતીની પુછપરછ કરી તો જાણવા મળ્યું કે તેમને આ સંબંધ દરમિયાન એક પુત્ર પણ છે. ઉપરાંત અગાઉના પતિ દ્વારા થયેલા બે બાળકો પણ આ જ રંજીતસિંહે ઉછેર્યા છે. મહિલાના પતિએ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે ત્યારે રંજીતસિંહના માતા-પિતનાનું નામ પણ આરોપીઓમાં દર્શાવાયું છે. તેમની ધરપકડ પણ થઈ હતી પણ બાદમાં તેમને નિર્દોષ જાહેર કરાયા હતા.

ગૂગલ-માઈક્રોસોફ્ટ પછી આ કંપનીમાં મોટી છટણીઃ 8500 કર્મચારીઓની લિસ્ટ તૈયાર!

બન્યું એવું હતું કે આ મહિલા અગાઉના પતિ સાથેના બંને બાળકોને લઈને રંજીતસિંહ સાથે ભાગી ગઈ હતી. જે પછી તેઓ સાથે રહેતા હતા અને વધુ એક પુત્રને જન્મ આપ્યો હતો. રંજીતસિંહે મહિલાના બાળકોનો પણ ઉછેર કર્યો અને એક દીકરી પરણાવવા લાયક થતા તેના લગ્ન પણ કરાવ્યા હતા. મહિલા સાથેના સંબંધોથી બળાત્કાર અને અપહરણના ગુનામાંથી રંજીતસિંહ મુક્ત થશે પણ વ્યભિચારના મુદ્દા પર કોર્ટ કાર્યવાહીનો સામનો કરવો રહ્યો.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp