અરવલ્લીઃ અરવલ્લીમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વધુ એક વખત કાર્યવાહી કરવામાં આવી હતી. મોડાસા શામળાજી હાઈવે પરથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સાડા છ લાખથી વધુની મત્તાનો દારુ ઝડપી પાડવામાં આવ્યો હતો. વિદેશી દારુની તેમાં 936 બોટલ પકડાઈ હતી. સેલ દ્વારા આ ઘટનામાં ચાલકની ધરપકડ કરીને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
શીખ કેદીઓને છોડાવવા મુદ્દે હિંસક પ્રદર્શન, અનેક પોલીસ કર્મચારી ગંભીર રીતે ઘાયલ
મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં કાર્યવાહી
અરવલ્લીમાં મોડાસા શામળાજી હાઈવે પરથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કારમાં લઈને જવાતો દારુનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલને મળેલી માહિતીને પગલે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોડાસા શામળાજી હાઈવે પરથી દારુની 936 બોટલ સાથે પસાર થઈ રહેલી કારને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. સ્ટેટ મોનીટરીંગ સેલે ચાલક મહેશ પ્રકાશ સેવક સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો છે. જ્યારે દારુ સહિત 6,76,860નો મુદ્દામાલ જપ્ત પણ કર્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મોડાસા ટાઉન પોલીસ મથકની હદમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અરવલ્લીમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સતત અવારનવાર કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે.
(ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT