બજેટમાં 30,000 કરોડથી વધારેની પૂરક માગણી સરકારની પારદર્શકતા પર સવાલઃ શૈલેષ પરમાર

ગાંધીનગરઃ ગુજરાતના વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકારના બજેટ અને અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે ભારે વાકબાણ ચલાવ્યા હતા. તેમણે કહ્યું કે…

gujarattak
follow google news

ગાંધીનગરઃ ગુજરાતના વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકારના બજેટ અને અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે ભારે વાકબાણ ચલાવ્યા હતા. તેમણે કહ્યું કે સત્રમાં બે દિવસથી સરકાર દ્વાર પૂરક માંગણીની ચર્ચા ચાલે છે. સરકાર દર વખતે બજેટ કરે છે જેમાં દરેક વિભાગોને અલગ અલગ રકમ ફાળવવામાં આવે છે, ગત વર્ષે ચૂંટણીના અનુસંધાને ધાર્યા કરતાં વધારે રકમ ફાળવવામાં આવી હતી. આ વખતે 30700 કરોડ કરતાં વધારેની પૂરક માંગણીની રકમ સરકાર દ્વારા માંગવામાં આવી છે, આવું વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમ વખત થઈ રહ્યું છે કે આટલી મોટી રકમની પૂરક માંગણી સરકારની પારદર્શકતા પર સવાલ ઊભા કરે છે, આજે પણ રાજ્ય માં મેડિકલ માટે પૂરતો સ્ટાફ અને સાધનો ઉપસ્થિત નથી તે છતાંય 1200 કરોડ ની પૂરક માંગણી કરવામાં આવી છે,માર્ગ મકાન માં પૂરક રકમો માંગી છે.

અંબાજી મોહનથાળ વિવાદ અંગે સવાલ કરતાં જ મંત્રી વિશ્વકર્માએ સ્માઈ આપી ચાલતી પકડી- VIDEO

હાટકેશ્વર બ્રિજમાં હજુ સુધી કોઈ સામે ફરિયાદ નહીંઃ MLA
અમદાવાદમાં હાટકેશ્વરનો બ્રિજ 9 મહિનાથી બંધ છે. જે મુદ્દે હજી સરકાર કે કોર્પોરેશન દ્વારા હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી કે પછી કોઈને સસ્પેન્ડ કરાયા નથી કે પોલીસ ફરિયાદ પણ થઈ નથી. સરકારી કાર્યક્રમોમાં મહાનગરપાલિકામાં 1600 કરોડ થી વધારે રકમ ફાળવવામાં આવી હતી. આજે પણ અમદાવાદ જેવા શહેરમાં પણ ઘરે ઘર પાણી નથી. આ પૂરક માંગણી ના આધારે સરકારે પોતાની અણધારી વહીવટ પ્રદર્શિત કરી રહી છે. તેવું શૈલેષ પરમારે જણાવ્યું હતું.

    follow whatsapp