હેતાલી શાહ.નડિયાદઃ સારસ કેન અતિ દુર્લભ પ્રજાતિમાનુ એક પક્ષી છે. અને આ જ એક એવુ પક્ષી છે કે જે, જોડીમાં જ જોવા મળે છે, જો એક ને કંઈ થાય તો બીજાને પણ તેની અસર થાય છે. જેની સાચવણી કરવા માટે યુપીએલ સંસ્થાએ એક પ્રોજેક્ટ શરૂ કર્યો. વેટલેન્ડ્સની ઘટતી જતી સંખ્યા અને વર્તમાન વસાહતોનાં વિનાશને કારણે સારસની સંખ્યા ઘટી રહી હોવાનું કહેવામાં આવે છે. આ પ્રજાતિ સંરક્ષિત વિસ્તારની બહાર જોવા મળે અને તેનાં અસ્તિત્વ અને શાંતિપૂર્ણ સહ અસ્તિત્વ માટે ખેડા જીલ્લાના માતરના પરિએજ ખાતે યુપીએલનો સારસ સંરક્ષણ પ્રોજેક્ટ 2016મા શરુ કરાયો હતો. યુપીએલના સારસ સંરક્ષણ પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોને શિક્ષણ આપીને અને તેમની સ્વૈચ્છિક ભાગીદારી દ્વારા સારસ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવે છે. આ પ્રોજેક્ટની સકારાત્મક અસર જોવા મળી છે. અને 2015-16માં સારસની વસતિ 500 હતી, જે વધીને 2021-22માં 992 થઈ છે.
ADVERTISEMENT
અમેરિકામાં ભણતી વિદ્યાર્થિનીનો થયો ભયાનક અકસ્માત, કાર સ્લીપ થતા 2 પલ્ટી વાગી
સારસે સમય જતાં કુતરતી નિવાસ ગુમાવ્યું
આજે માતરના પરીએજમાં UPL સંસ્થા દ્વારા સારસ સંરક્ષણ માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મીડિયા સમક્ષ સારસ પક્ષીની જાણી-અજાણી વાતો ઉપરાંત તેને બચાવવા માટેની પહેલ અને સરંક્ષણ માટે થઈ રહેલા પ્રયત્નો અંગે વિસ્તારથી રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં UPL સંસ્થાના ઋષી પઠાણીયાએ જણાવ્યુ હતુ કે, એક સમયે સારસ ક્રેનની વસતિ ભારતનાં ગ્રામીણ વિસ્તારોમાં વ્યાપક પાયે ફેલાયેલી હતી પણ જમીન વપરાશમાં પરિવર્તન આવતાં મોટાં ભાગનાં સારસે પોતાનું કુદરતી નિવાસ ગુમાવ્યું અને પોતાનાં અસ્તિત્વ માટે કૃષિ વિસ્તારોમાં રહેવાનું શરૂ કર્યું. ભારતમાં બીજા ક્રમે સૌથી વધુ સારસ ગુજરાતમાં ખેડા અને આણંદ જિલ્લામાં છે. આ પ્રજાતિ કુદરતી વેટલેન્ડ્સ બાદ પ્રજનન વસાહત તરીકે ડાંગરના ખેતરોને પસંદ કરે છે. માનવ વસતિ સાથે નજીકથી જોડાયેલા હોવાને કારણે અન્ય પ્રજાતિઓની જેમ સારસને પણ માનવજાતની ગેરમાન્યતા અને વર્તણુંકને કારણે અનેક પડકારોનો સામનો કરવો પડે છે. સારસનુ આયુષ્ય 30થી 40 વર્ષનું હોય છે.
યુપીએલના સારસ સંરક્ષણ પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોને શિક્ષણ આપીને અને તેમની સ્વૈચ્છિક ભાગીદારી દ્વારા સારસ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવે છે. આ પ્રોજેક્ટની સકારાત્મક અસર જોવા મળી છે. 2015-16માં સારસની વસતિ 500 હતી, જે વધીને 2021-22માં 992 થઈ છે. સાતમા વર્ષમાં પ્રવેશેલા આ પ્રોજેક્ટે 40 ગામોમાં 88 ગ્રામીણ સારસ સંરક્ષણ ગ્રૂપનું નેટવર્ક ઊભું કર્યું છે. તેનાં દ્વારા 23,000 વિદ્યાર્થીઓ અને 5000થી વધુ ખેડૂતોને સારસ સંરક્ષણ અંગે શિક્ષિત કરવામાં આવ્યા છે. સારસ સંરક્ષણમાં સામુદાયિક ભાગીદારી દ્વારા નિર્મિત આ જાગૃતિ કાર્યક્રમોને કારણે સારસનાં માળામાં અને પ્રજનનમાં વધારામાં સફળતા મળી છે. સારસનાં માળા તથા વસતિનાં નવા સ્થળો પણ ધ્યાનમાં આવ્યા છે.
આણંદઃ ડુપ્લીકેટ સર્ટી પરથી વિદેશ જવાના કૌભાંડમાં પકડાયેલા આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજુર
લોકો ખુદ પ્રોજેક્ટ બન્યા
સારસપક્ષી ના સંવર્ધન માટે લોક જાગૃતિના પ્રયાસો કરતી યુપીએલ સંસ્થા એટલેકે, યુનાઈટેડ ફોસ્ફરસ લીમીટેડ છે. સંસ્થા દ્વારા લોકોની ભાગીદારી પર ખાસ્સો ભાર મુકવામાં આવ્યો છે. જેના પરીણામે અત્યાર સુધી 5000 હજાર જેટલા ખેડૂતો અને 23 હજાર ઉપરાંત વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટ થકી સારસના સંરક્ષણ અંગે જાગૃત થયા છે. હવે લોકભાગીદારી એટલી મજબુત બની છે કે, લોકો ખુદ આ પ્રોજેક્ટનો હિસ્સો બની ગયા છે અને સારસ સંરક્ષણ માટે ખૂબ પ્રયત્નશીલ બન્યા છે. એટલે સવિશેષ આ પ્રોજેક્ટ ચલાવવાની જરૂર ખૂબ ઓછી થઈ ગઈ છે.
એક સાથે અનેક ટીમો ગણતરી માટે નીકળે છે
2 જૂનના રોજ સારસ પક્ષીની ગણતરી થાય છે. વનવિભાગ અને યુપીએલના સંયુક્ત પ્રયાસથી કેટલીક ટીમો બનાવી તેમને ગણતરી માટે મોકલી દેવાય છે, આ ટીમો અલગ-અલગ રૂટ પર નીકળી એક જ દિવસમાં એક સાથે સારસની ગણતરી કરે છે.
ભારત જોડો યાત્રાનું મીની વર્ઝનઃ ગુજરાત કોંગ્રેસે સરદાર પટેલના જન્મસ્થળથી શરૂ કરી ‘હાથ સે હાથ જોડો યાત્રા’
ભારતમાં સારસની સંખ્યામાં ગુજરાત બીજા ક્રમે
ભારતમાં સૌથી વધુ સારસ ઉત્તર પ્રદેશમાં છે, સારસ એ ઉત્તર પ્રદેશનું રાજ્ય પક્ષી છે. તો ભારતમાં સારસની સંખ્યામાં ગુજરાત બીજા ક્રમે છે. એમાંય ખાસ કરીને માતરનું પરીએજ અને આસપાસના વિસ્તારો જેમાં આણંદ જિલ્લાના સોજીત્રા, તારાપુર અને ખંભાતમાં પણ સારસની નોંધનીય વસ્તી છે. માતરના પરીએજ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારસની સંખ્યા ખાસ્સી એવી છે.
મહત્વનું છે કે, યુપીએલના સારસ સંરક્ષણ પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોને શિક્ષણ આપવામા આવ્યુ. વિવિધ એક્ટીવીટી જેવીકે, પોસ્ટકાર્ડ, વકતત્વ સ્પર્ધા, સેમીનાર સહિતની પ્રવૃત્તિ થકી જાગૃત કરવામાં આવ્યા. જેથી તેઓ સ્વેચ્છાએ આ પક્ષીઓનુ રક્ષણ અને સંવર્ધન કરે. અને પરીણામ પણ સકારાત્મક મળ્યુ. યુપીએલના જાગૃતિ અભિયાનમાં બાળકો પણ સ્વેચ્છાએ જોડાયા. આ સારસ કેનનો ગગનમાં વિહાર કરવનો સમય સવારે 9 પહેલા અને સાંજે 5 પછી હોય છે. એવામાં બાળકો સ્વેચ્છાએ આ સમય દરમ્યાન પતંગ ચગાવવાનુ પણ ટાળે છે. અને સારસ કેન પક્ષીના ઈંડાની પણ માવજત સ્વેચ્છાએ કરે છે. આ પ્રોજેક્ટ હેઠળ માતરના પરિએજની આસપાસના સ્થાનીકો, ખેડૂતોની સ્વૈચ્છિક ભાગીદારી દ્વારા સારસ પ્રત્યે જાગૃતિ ફેલાઈ. જે સારસ કેન પક્ષીની 2015-16માં વસતિ 500 હતી, જે વધીને 2021-22માં 992 થઈ છે.
SBIમાં ગુજરાતના દાહોદમાં ખેડૂતોના નામે લેવાઈ ગઈ બારોબાર લોન, મસમોટું કૃષિ લોન કૌભાંડ
બાળકો ખેડૂતને સમજાવી રહ્યા છે
ખેડૂતો સાથે સંકળાયેલી કંપની હોવાથી યુપીએલ ખેડૂતોને ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની (FPC) ની રચના કરીને અને તેમની ઉપજનાં સારા ભાવ અપાવીને તથા વૈવિધ્યીકરણમાં સાથ આપીને તેમને મદદ કરી રહી છે. ઉપરાંત સંસ્થાના પ્રયત્નોથી બાળકો પણ હવે ખેડૂતોને સારસનું મહત્વ સમજાવી રહ્યા છે અને સારસના માળા ન વિખેરવા અને તેનાથી થતુ નુકસાન UPL ચુકવશે, તે અંગે સમજણ આપી રહ્યા છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT