સાબરકાંઠા હિટ એન્ડ રનની ઘટનાઃ ડમ્પરે બાઈકને ટક્કર મારતા એકનું સ્થળ પર જ મોત

સાબરકાંઠાઃ સાબરકાંઠામાં હાલમાં એક બાઈકને ડમ્પરે ટક્કર મારી દેતા અકસ્માતને કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. અકસ્માતમાં એક યુવાનનું મોત નિપજ્યું હતું. ધનપુરા પાટીયા પાસે…

gujarattak
follow google news

સાબરકાંઠાઃ સાબરકાંઠામાં હાલમાં એક બાઈકને ડમ્પરે ટક્કર મારી દેતા અકસ્માતને કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. અકસ્માતમાં એક યુવાનનું મોત નિપજ્યું હતું. ધનપુરા પાટીયા પાસે આ અકસ્માત થતા આસપાસના સ્થાનીકો પણ દોડી આવ્યા હતા. અન્ય બે વ્યક્તિ પણ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હતા. તેમને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત કરીને ડમ્પર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે. બનાવને પગલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગોધરાઃ વરરાજા આંગણે પહોંચ્યા’ને યુવતીનો રેપનો વીડિયો મળ્યો, પછી…

ડમ્પર ચાલકની શોધમાં પોલીસ
સાબરકાંઠાના ખેડૂત તસિયા રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. ધનપુરા પાટીયા નજીક એક ડમ્પરે બાઈક ચાલકને ટક્કર મારી દીધી છે. સોમવારે સાંજે બનેલા આ અકસ્માતને પગલે એક યુવકનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ ઉપરાંત અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત થતા જ અન્ય રાહદારીઓ પણ સ્થળ પર ઈજાગ્રસ્તોની મદદ માટે ઊભા રહી ગયા હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા બે વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે સ્થાનીક પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે આ મામલાની વધુ તપાસ હાથ ધરી છે અને ડમ્પર ચાલકની શોધ શરૂ કરી છે.

(ઈનપુટઃ ધનેશ પરમાર, સાબરકાંઠા)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp