હેતાલી શાહ.આણંદઃ આણંદ અમુલ ડેરીના કર્મચારીઓ દ્વારા ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રૂદણ ગામના તબેલા પર બાતમીના આધારે ગઈકાલે જે સર્ચ ઓરેશન હાથ ધરાયું હતું તેની તપાસ બાદ તબેલામાં રહેતા ઈસમો સામે અન્ય જિલ્લાઓમાંથી દૂધ લઈ આવી પોતાના જ ફાર્મનું દૂધ હોવાનું કહી છેતરપિંડી કરતા હતા. તથા પશુઓની ક્ષમતા કરતા વધારે દૂધ બતાવતા હતા. 20 પશુઓમાં 1000 લીટર દૂધ? એક આશ્ચર્ય પમાડનારું હતું. આ મામલે હાલમાં ચાર ઈસમો સામે મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ અમુલ ડેરીના કર્મચારી દ્વારા કરવામાં આવી છે. જેને લઇને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
અમરેલીની ખાનગી કંપનીમાં સિંહનું ‘સરપ્રાઈઝ ચેકિંગ’- જુઓ Video, તરત માર્યો યુટર્ન ‘આપણો વિષય નહીં’
20 પશુઓ અને દૂધથી ભરી નાખ્યું આખું ટેન્કર
અમુલ ડેરીના કર્મચારીઓને એક ખાનગી બાતમી મળી હતી કે, ખેડા જિલ્લાના મહેમદાવાદ પાસે આવેલા રુદણ ગામના ખાનગી તબેલામાં પશુઓ કરતા દૂધ વધારે ભરવામાં આવી રહ્યું છે. જેને લઈને અમૂલ ડેરીના કર્મચારીઓએ ગઈકાલે ખેડા જિલ્લા પોલીસને જાણ કરી હતી. અને મહેમદાવાદની સ્થાનીક પોલીસ, એલસીબી તથા અમૂલના કર્મચારીઓની એક ટીમ સ્થળ પર પહોંચી, તબેલા પર સર્ચ ઓપરેશન કર્યું હતું. જેમાં તબેલામાં 20 પશુઓ મળી આવ્યા હતા. પરંતુ ટેન્કરમાં 1000 લીટર દૂધ ભરેલું હતું. જેને લઈને તબેલા પર હાજર વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે વધારાનું દૂધ બહારના જિલ્લામાંથી એટલે કે ગાંધીનગર બાજુથી લાવવામાં આવે છે. મહત્વનું છે કે અમૂલમાં બીજા જિલ્લાનું દૂધ જમા કરાવવામાં આવતું નથી. જેને લઇને આ એક ગુનો પણ ગણવામાં આવે છે.
અમદાવાદ અને બનાસકાંઠાના શખ્સોની પણ સંડોવણી
આ સમગ્ર પ્રકરણમાં અમુલ ડેરીમાં એસોસીએટ રિસર્ચ સાયન્સ ટેસ્ટ સહકાર વિકાસ વિભાગમાં ફરજ બજાવતા યોગેશકુમાર રતિલાલ પટેલે મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, અમુલ ડેરીના ક્વોલિટી વિભાગના અધિકારી ગોકુલ ક્રિષ્ન તથા હર્ષિલ જયેશભાઈ પટેલ અમૂલની લેબ તપાસણી કરતી સરકારી ગાડીના ચાલક તથા ખાત્રજ સેન્ટરના સિક્યુરિટી ઇન્ચાર્જ સાથે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રૂદણ ગામે રાજુભાઈ લાલજીભાઈ દેસાઈના બીએમસી સેન્ટરે ગયા હતા. તે સમયે બી.એમ.સી સેન્ટર પર અમદાવાદના રહીશ કાળુભાઈ નાગજીભાઈ રબારી, શનિભાઈ કાળુભાઈ રબારી તથા બનાસકાંઠાના રાજાભાઈ મેલાભાઈ રબારી હાજર હતા. તપાસ કરતા ત્યાં 15 થી 20 જેટલા પશુઓ જોવા મળ્યા હતા. પૂછપરછ દરમિયાન રાજુભાઈએ 6 જેટલી ભેંસ દિવસનું 10 લીટર જેટલું દૂધ આપતી હોવાનું જણાવતા ટીમ દ્વારા ત્યાં મુકેલ અમુલના બીએમસી ના ટાંકામાં તપાસ કરવામાં આવી હતી, જેમાં 1000 લીટર જેટલું દૂર હતું. જેથી આ દૂધના જથ્થા બાબતે પૂછતા સંચાલક રાજુ દેસાઈએ જણાવ્યું હતું કે, બહારના અન્ય જિલ્લાઓમાંથી દૂધ લાવી જમા કરીએ છીએ. જેથી ટીમ દ્વારા દૂધના જથ્થામાંથી સેમ્પલ લઈ તેને પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે અમૂલ દૂધ ઉત્પાદક સહકારી સંઘ પાસેથી બી.એમ.સી્ સેન્ટર મેળવી, બીજી જગ્યાએથી વધારાનું દૂધ મેળવી, અમુલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના બોનસના વધારાના લાભો ખોટી રીતે મેળવી વિશ્વાસઘાત કરી તેમજ બીએમસી સેન્ટર પર પોતાના ફાર્મનું જ દૂધ ભરવાની જગ્યાએ, અન્ય જગ્યાએથી દૂધ લાવી બીએમસી સેન્ટરમાંથી દૂધ ભરાવી અમૂલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીને ગેરમાર્ગે દોરી બીએમસી રજીસ્ટર કરાવી, ખોટી રીતે બીએમસી ટેન્ક મેળવી અમૂલ દૂધ ઉત્પાદક સહકારી સંઘ સાથે છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કરવના ગુનામાં ચાર આરોપીઓ વિરુદ્ધ મહેમદાવાદ પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલમાં પોલીસ દ્વારા આ મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT