અરવલ્લીઃ બાયડમાં બે જુથો વચ્ચે અથડામણ, બાઈક સળગાવ્યા, 1ને ઈજા

અરવલ્લીઃ અરવલ્લીમાં બાયડના એક ગામમાં બે જુથો વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ગજગ્રાહ ચાલી રહ્યો છે. જમીનના મામલે ઊભા થયેલા નારાજગીના માહોલ વચ્ચે હવે આ મામલો…

અરવલ્લીમાં બાયડના એક ગામમાં બે જુથો વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ગજગ્રાહ ચાલી રહ્યો છે.

અરવલ્લીમાં બાયડના એક ગામમાં બે જુથો વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ગજગ્રાહ ચાલી રહ્યો છે.

follow google news

અરવલ્લીઃ અરવલ્લીમાં બાયડના એક ગામમાં બે જુથો વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ગજગ્રાહ ચાલી રહ્યો છે. જમીનના મામલે ઊભા થયેલા નારાજગીના માહોલ વચ્ચે હવે આ મામલો હિંસક બની ગયો છે. જમીન પ્રકરણમાં બે દિવસ પહેલા જુથ અથડામણ થઈ હતી. હવે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે અને તેમાં 13 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે.

સુરતની સાડી-કુર્તાની ફેક્ટરીમાં લાગી આગઃ 4 વ્યક્તિને બચાવાયા

‘અમારી જમીન કેમ બતાવો છો’
બાયડના ગમનપુરા ગામમાં જમીનના મામલામાં બે જુથો વચ્ચે અથડામણ થઈ છે. જેમાં ત્રણ બાઈકને સળગાવી નાખવામાં આવ્યા છે. જુથો વચ્ચે બે દિવસથી તંગદીલીનો માહોલ ચાલી રહ્યો છે. બાયડના જુની વાસણીના રહીશની જમીન ગમનપુરામાં આવેલી છે. દરમિયાનમાં જમીન વેચવા માટે બતાવવા જતા અમારી જમીન કેમ બતાવો છો કહીને ઝઘડો થયો હતો. આ ઝઘડો ઉગ્ર બની જતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત પણ થયા છે. ઘટનાને લઈને આંબલીયારા પોલીસ મથકે વારેણાં અને ગમનપુરાના 13 વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

(ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી)

    follow whatsapp