રાજકોટઃ રાજકોટ પોલીસ અને રાજ્ય સરકારને એક મોટી સફળતા મળી છે, જેમાં રાજકોટનો યુવાન આફ્રિકામાં કિડનેપ થઈ ગયો હતો અને તેને છોડાવી લેવામાં પોલીસને સફળતા મળી છે. પરિવારે પણ આ મામલાને લઈને સરકાર અને પોલીસનો આભાર માન્યો છે.
ADVERTISEMENT
નવસારીમાં પણ બનશે નળસરોવર જેવું અભ્યારણ, પક્ષી પ્રેમીઓમાં ભારે ઉત્સાહ
અપહરણકર્તાઓએ માગી ખંડણી
બાબત એવી હતી કે, રાજકોટના 80 ફૂટ રોડ પર રહેતા કેયૂર પ્રફુલભાઈ મલ્લી આફ્રિકાના જોનીસબર્ગમાં ધંધાકિય હેતુથી ગયા હતા. દરમિયાનમાં ત્યાં રહેતા પાકિસ્તાનીઓ દ્વારા તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. ત્રણ દિવસ સુધી તેમને ગોંધી રાખવામાં આવ્યા હતા. જે મામલાની પરિવારને જાણ થતા પરિવારે પોલીસની મદદ માગી હતી. કારણ કે આ શખ્સો દ્વારા કેયુરભાઈના પિતા પાસે ખંડણી માગવાની શરૂ કરી દીધી હતી. પોતાનો પુત્ર અહરણકર્તાઓની ચુંગાલમાં અને વિદેશમાં હોય ત્યારે પિતાના મનમાં કેટલી ચિંતાઓ હોય તે રાજકોટ પોલીસ વાંચી ગઈ હતી. પોલીસ અને રાજ્ય સરકાર ઉપરાંત કેન્દ્ર સરકારના પ્રયાસોના પરિણામે આખરે યુવકનો છૂટકારો થયો હતો. પરિવારજનોએ આ મામલે હવે રાહતનો દમ લીધો છે અને તંત્રનો આભાર માન્યો છે.
પાટણઃ હારીજમાં જુની અદાવતે છ રાઉન્ડ ફાયરિંગ, ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત
દોઢ કરોડની માગી હતી ખંડણી
રાજકોટમાં રહેતા યુવકના પિતા પ્રફુલભાઈએ કહ્યું કે, પપ્પા દોઢ કરોડ માગે છે મારું અપહરણ થયું છે કહ્યું ત્યારે મારી પાસે પૈસા ન હતા. મેં પોલીસ એસીપી, ડીસીપીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે તાત્કાલીક આફ્રીકન પોલીસનો સંપર્ક કર્યો અને ત્યાંની પોલીસે મદદ કરી, વિદેશ મંત્રાલય અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલા તથા ભાવનાબેન બાબરિયાએ મારી મદદ કરી. મેં જેતે સમયે ત્રીસ લાખ રૂપિયા તો આપ્યા પણ હવે આફ્રિકાની પોલીસને તે રૂપિયા રિકવર કર્યા છે. હજુ મળ્યા તો નથી પણ મારો દિકરો સલામત છે તેથી રાજકોટ પોલીસ અને સરકારનો હું આભારી છું.
(ઈનપુટઃ નિલેશ શિશાંગિયા, રાજકોટ)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT