અજય શિલુ.પોરબંદરઃ પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં થયેલી ક્સટોડીયલ ડેથ મામલે ભારે રોષ બાદ પોલીસે ત્રણ આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી લીધી છે. જેમાં પોરબંદર શહેરના નવા કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને સાયકલ લઇ એસીડ અને ફીનાઇલ વહેચતા મૃતક શ્યામ કિશોર બથીયા (તસવીરમાં વચ્ચે) ઉં.વ.૨૪ વાળાને ચોરીની આશંકા રાખીને ઢોર માર મારતા મોત નિપજ્યું હતું. આ મામલામાં જિલ્લા પોલીસ વડાએ કડકાઈ દાખવતા પીએસ આઈ સહિતના પાંચ પોલીસ કર્મચારીઓને એક જ ઝટકે સસ્પેન્ડ કરી દેવાના આદેશ કર્યા છે.
ADVERTISEMENT
મંદિરની દાનપેટી ચોરીની શંકા
પોલીસ ફરિયાદ મુજબ મૃતક યુવકના પિતા અને ફરીયાદી કિશોર ગોરધન બથીયાના દિકરા મરણ જનાર શ્યામ કિશોર બથીયાએ શહેરના બોખીરા વિસ્તારમા આવેલ વાછરા ડાડાના મંદિરની દાન પેટીની ચોરી કરેલાની શકાં રાખી ગત તા.૦૧/૦૨/૨૦૨૨ ના રોજ સાયકલ લઇ બોખીરા બાજુ એસીડ અને ફીનાઇલ વહેચવા ગયો હતો. ત્યાંથી આરોપીઓ (૧) એભલ મરેામણ કડછા રહે.બોખીરા તુંબડા (૨) લાખા ભીમા ભોગેસરા રહે.બોખીરા પોરબંદર (૩) રાજુ સવદાસ બોખીરીયા રહે.જયુબેલી તેમજ તપાસમા ખુલે તે આરોપીઓએ ઉઠાવીને અપહરણ કરી બોખીરા વાછરા ડાડાના મંદિર આગળના ભાગે આવેલ ઝેરોક્ષની દુકાનમાં અંદર લઇ ગયા હતા.
દાદીએ કમાલ કરીઃ જામનગર પોલીસ કેવી રીતે પહોંચી ચેઈન સ્નેચર ટોળકી સુધી
કબુલાત કરાવવા ઢોર માર માર્યો
જ્યાં મૃતક યુવકને આરોપીઓએ વાછરાડાડાના મંદિરની દાન પેટીની ચોરી કરેલાની કબુલાત કરાવવા માટે લાકડીઓ તથા પ્લાસ્ટીકના પાઇપ વડે શરીરે માર મારી જીવલેણ ઇજા કરેલ હતી. માર મારતા સમયે આરોપીઓ દ્વારા સીસીટીવી કેમરા પણ બંધ કરી દેવામાં આવ્યા હતા.
ઘટના શું હતી?
ગત તા.૦૧/૦૨/૨૦૨૩ ના રોજ મરણ જનાર શ્યામ કિશોર બથીયાને ઉદ્યોગનગર પોલીસ બોખીરા વાછરા ડાડાના મંદિરથી પુછપરછ માટે બપોરના સવા ત્રણેક વાગ્યે પોલીસ સ્ટેશન ખાતે લાવમા આવેલે હતો.તે દરમિયાન પોલીસ દ્વારા મૃતક યુવકને પુછપરછ કરતા કોઈ સરખા જવાબ આપતો ન હોવાથી તમને પુછપરછ અર્થે લોકઅપની આગળ લોબીમાં બેસાડવા આવેલ તે દરમિયાન 5:30 વાગ્યાના અરશામાં મૃતક યુવકને શરીરે અગાઉ થયલે ઈજા અથવા અન્ય કોઈ કારણોસર મોત નિપજ્યું હતું.
PT Usha નું દર્દ છલકાયું, આંસુ સાથે કહ્યું- મેરી એકેડેમી પર જબરજસ્તી કબ્જો થઈ રહ્યો છે, દીકરીઓ ભયમાં
ઉદ્યોગનગર પોલીસની બેદરકારી
મૃતક યુવકને આરોપીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો. તેમ છતા ઉદ્યોગનગર પોલીસે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની જગ્યાએ પોલીસ સ્ટેશન ખાતે 2 કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યો હતો.
મૃતક યુવક 90 ટકા દિવ્યાંગ
પોલીસ તપાસમા સામે આવ્યું છે કે મૃતક યુવક શ્યામ બથીયા ડિસેબલ હતો. મૃતકના પિતા અને ફરિયાદી ગોરધન બથીયાએ જણાવ્યું હતું કે તેમનો પુત્ર શ્યામ 90 ટકા ડિસેબલ હતો અને તેમના સર્ટીફીકેટ પણ તેમની પાસે છે.
ADVERTISEMENT