અમદાવાદઃ ગુજરાતમાં સરકારી ભરતીઓના પેપર ફોડીને મળતીયાઓ અને ભ્રષ્ટાચારીઓને સીધો ફાયદો થતો હતો તે બાબત હવે સ્પષ્ટ થઈ ગઈ છે. ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા આરોપીઓ પૈકીના કેતન બારોટની ભૂમિકા માત્ર જુનીયર ક્લાર્ક જ નહીં અન્ય પેપરમાં પણ ભૂમિકા જોવા મળતી હોવાનો ઘટસ્ફોટ આપ નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે. આ કૌભાંડમાં IAS અધિકારી પણ સંડોવાયેલા હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. તેમને ગુજરાત તક દ્વારા સવાલ કરાયો હતો કે તમને લાગે છે કે પોલીસ ગુજરાતના આ આઈએએસ સુધી પણ પહોંચશે? કે પોલીસ જો બચાવવા જશે તો યુવરાજસિંહ શું કરશે? તેમણે આ મામલામાં સ્પષ્ટ જવાબ આપ્યો હતો.
ADVERTISEMENT
રાજકોટના યુવકનું આફ્રિકામાં પાકિસ્તાનીઓ દ્વારા અપહણ, છોડાવવામાં પોલીસને મળી મોટી સફળતા, જાણો કેવી રીતે
પોલીસ બચાવશે તો…
યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે, મારે પણ આ બાબત કરવી જ છે, જરૂરી છે. ગુજરાતમાં ત્રણ છત્રછાયા છે. એક રાજકીય, અધિકારી અને પોલીસ. મેં અગાઉ ઘણા નામો પોલીસને આપ્યા હતા પોલીસે ઘણાને પકડ્યા પણ ખરા. બિન સચિવાલય, હેડક્લાર્ક સહિતની ઘણી પરીક્ષાઓમાં હું તાજનો સાક્ષી છું. મારું નિવેદન લેવાયું. મેં પુરાવાઓ પણ આપ્યા છે. કોલ રેકોર્ડિંગથી લઈ આર્થિક વ્યવહારના પુરાવા આપ્યા છે. પણ જ્યારે ચાર્જશીટ થાય ત્યારે તેમાંથી તેમનું નામ જ નિકળી ગયું હોય તેવા મેં ઉદાહરણ જોયા છે. આ જે છત્રછાયા છે. વાડ જ ચીભડા ગળે તેવી સ્થિતિ છે. આપણે જેને રક્ષક માનીએ છીએ, આપણને લાગે કે આ જગ્યાએ જઈશું તો આપણને રક્ષણ મળી રહેશે, આપેલા પુરાવાને યોગ્ય ન્યાય મળી રહેશે પણ વાડ જ ચીભડાં ગળે તેવી સ્થિતિ મારી પાસે ઘણી વખત આવી છે. હવે પણ મારી પાસે આવું થાય છે તો મારી પાસે સામાન્ય જનતા સિવાય કોઈ રસ્તો નથી કે હું જનતાને કહું કે આ જે લોકો હતા તે ભૂતકાળમાં આરોપી હતા, આટલા પુરાવા આપતા છતા જેલના સળિયા પાછળ નથી કારણ કે રોટલાનો કટકો જે તે અધિકારીને મળ્યો છે.
કોની શું ભૂમિકા
ગુજરાત એટીએસની કેતન બારોટના ત્યાં આજે શુક્રવારે રેડ થઈ હતી. યુવરાજસિંહે કહ્યું કે, મુખ્ય આરોપી ભાસ્કર ચૌધરી સાથે સીધો વ્યક્તિ સંકળાયેલો છે તે છે કેતન બારોટ, અને નરસિંગપુર તે એનું મોસાડું છે. તે તેના મામાના ગામમાં જ મોટા થયેલા અને ત્યાં અવિનાશના સંપર્કમાં આવ્યા હતા. અવિનાશ પણ નરસિંગપુરનો જ છે. આ લોકોએ ભેગા થઈ સૌથી વધારે કૌભાંડ આચર્યું હોય તો તે ઉર્જા વિભાગના જે પેપર લેવાતા હતા. જુનિયર એન્જિનિયર અને જુનિયર આસિસ્ટન્ટના તેમાં પીજીવિસિએલ, યુજીવીસીએલ મળી પાંચેય ઉર્જા કંપનીઓ દ્વારા પેપર લેવાતા હતા તેમાં તેમની મુખ્ય ભૂમિકા રહેતી હતી. ઓનલાઈન પેપર લેવાતા તેમાં આ લોકોની મોટી ભૂમિકા હતી.
પાટણઃ હારીજમાં જુની અદાવતે છ રાઉન્ડ ફાયરિંગ, ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત
તેઓ જ્યારે પણ પેપરના સેન્ટર નક્કી કરવાના હતા ત્યારે તે બરોડામાં સેન્ટરો સેટ કરવાનું કામ કેતન બારોટ કરતો હતો. કેતન બારોટ વિદ્યાર્થીઓને લાવવા માટે તેના નિચેના એજન્ટો હતા જે અવિનાશ છે, તેની સાથે અરવિંદ છે, અજય પટેલ છે તેની સાથે સીધો જોડાયેલો હતો. આ જ વ્યકિતએ ભૂતકાળમાં ઘણા લોકો છે કે જેમને જુનિયર એન્જિનિયર, જુનિયર આસિસ્ટન્ટમાં સીધા જ નોકરીએ લગાવ્યા હતા. આજની તારીખે પણ તે લોકો નોકરી કરી રહ્યા છે. તેની સાથે કેતન બારોટ અન્ય સેન્ટ્રલ લેવલની પરીક્ષાઓ લેવાતી હોય છે તેમાં ઓનલાઈન એક્ઝામ હોય તેમાં જેઈઈ, સ્ટાફ સિલેક્શન, નીટનું સેન્ટર ફાળવવામાં આવતું ત્યારે કેતન બારોટનું ઈન્વોલ્વમેન્ટ વધારે જોવા મળતું હતું.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT