અમદાવાદઃ ગુજરાતમાં પેપર ફૂટવાનો સિલસિલો સરકારથી અટકી રહ્યો નથી. પંચાયત જુનિયર ક્લાર્કની સરકારી નોકરી માટેની આજે રવિવારે પરીક્ષા યોજાવાની હતી. જે હવે યોજાશે નહીં કારણ કે આ પરીક્ષાનું પેપર લીક થઈ ગયું છે. મોડી રાત્રે પોલીસે એક શખ્સને ઝડપ્યા પછી આ પેપર ફૂટ્યાનો ખુલાસો સામે આવ્યો હતો. આ મામલે રાજ્યમાં ઠેરઠેર પરીક્ષાર્થીઓ દ્વારા ચક્કાજામ, ટાયર સળગાવવા, સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. દરમિયાનમાં ગુજરાત એટીએસ દ્વારા વડોદરાથી 15 શખ્સોને એક્ઝામના પેપર સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આજે જ નવેસરથી લેવાતી આ પરીક્ષાની તારીખો જાહેર થશે તેવી વિગતો પણ મળી રહી છે. પરંતુ આ મામલે વિપક્ષના દિગ્ગજ નેતાઓ જાણે ડિઝિટલ વિરોધ કરવાના જ મુડમાં જોવા મળી રહ્યા છે અને લાગી રહ્યું છે કે વિદ્યાર્થીઓને પોતાની મુશ્કેલી સામે એકલા હાથે જ લડવાનું થશે. રાજનીતિ પણ જાણે ડિઝિટલ થતી જતી હોય તેવો હાલ અહેસાસ લગભગ દરેક આશાસ્પદો કરી રહ્યા હશે.
દિગ્ગજ નેતાઓ અને તેમનો વિરોધ જુઓ
ગુજરાતમાં 156 બેઠકો ભલે ભાજપ પાસે હોય પરંતુ તેના કારણે વિપક્ષો એટલા ભયભીત થઈ જાય કે વિદ્યાર્થીઓના માટે માત્ર ડિઝિટલ વિરોધ નોંધાવે? અગાઉના ઘણા ઉદાહરણો છે જ્યારે સરકારના કાન આમળવાની વાત આવે ત્યારે વિપક્ષમાં બેસેલું ભાજપ રોડ પર ઉતરી લોકોના પ્રશ્નોને લઈને નારાજગી વ્યક્ત કરતું હતું. હવે જાણે ડિઝિટલ યુગમાં વિપક્ષો એટલા સુસ્ત થઈ ગયા છે કે દમદાર આક્રોશ વ્યક્ત કરે છે, પ્રશ્નો ઉઠાવે છે પણ માત્ર ડિઝિટલ ફોર્મેટમાં, હાલ દિગ્ગજ નેતાઓના વિરોધને જોતા એવું લાગી રહ્યું છે કે આગામી સમયમાં પણ વિદ્યાર્થીઓને એકલા હાથે જ પોતાના હક માટે લડવું પડશે. રાજકીય રોટલા શેકનારાઓથી ચેતીને પોતાના પ્રશ્નોનો હલ સરકાર પાસે માગવો પડશે. જુઓ કેટલાક આક્રમક દિગ્ગજ નેતાઓ જેમણે સરકારના ડિઝિટલી કાન આમળ્યા. હાલ માત્ર લોકોના પ્રશ્નોને લઈને એનએસયુઆઈ એટલે કે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ જ વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને નારાજગી વ્યક્ત કરી રહી છે પરંતુ દિગ્ગજ નેતાઓની જાહેરમાં ગેરહાજરી ઉડીને આંખે વળગી રહી છે.
કોંગ્રેસ નેતાઓનો ડિઝિટલ વિરોધ
ADVERTISEMENT
આપ નેતાઓનો ડિઝિટલ વિરોધ
AAPના ઈસુદાન ગઢવીની પત્રકાર પરીષદ
વિદ્યાર્થી પાંખનું એકલા હાથે વિરોધ પ્રદર્શન
ADVERTISEMENT