‘પેપર ફૂટ્યું કે અમારું નસીબ’- વિદ્યાર્થીઓએ શું કહ્યું, Video

રોનક જાની.ડાંગઃ ગુજરાત પંચાયત સેવામંડલ દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષા માટે આજે ડાંગ જિલ્લાના ૧૭ પરીક્ષા કેન્દ્રો ઉપર ૫૯૧૦ પરીક્ષાર્થી નોંધાયા હતા પરીક્ષા મોકૂફ થતાં તમામ…

gujarattak
follow google news

રોનક જાની.ડાંગઃ ગુજરાત પંચાયત સેવામંડલ દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષા માટે આજે ડાંગ જિલ્લાના ૧૭ પરીક્ષા કેન્દ્રો ઉપર ૫૯૧૦ પરીક્ષાર્થી નોંધાયા હતા પરીક્ષા મોકૂફ થતાં તમામ પતિક્ષાર્થીઓમાં નારાજગી જોવા મળી હતી. પરિક્ષાર્થીઓએ કહ્યું કે પેપર ફૂટે છે કે અમારું નસીબ ફુટેલું છે ખબર નથી પડતી. અને ન માત્ર ડાંગ પરંતુ ગુજરાતમાં રાજકોટ, અમદાવાદ, જામનગર, અરવલ્લી, સહિત ઠેરઠેર ઉમેદવારોમાં નારાજગી અને વેદના જોવા મળી હતી.

આટલી સુરક્ષા પેપરમાં રાખી હોત તો ફુટતું નહીં
હાલ વિદ્યાર્થીઓને કાબુમાં રાખવા જે રીતે બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે તેને જોતા ચર્ચાઓ ચાલી છે કે આટલી કડક સુરક્ષા પેપર વખતે રાખી હોત તો ફૂટ્યું ન હોત અને શાંતિથી પરીક્ષા પણ અપાઈ ગઈ હોત. આજે રાજ્ય સમસ્તની જેમ ડાંગમાં પણ ૧૭ પરીક્ષા કેન્દ્રો ઉપર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનીયર કલાર્ક ની સ્પર્ધાત્મક પરીક્ષા હતી જેના માટે વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી હતી, જોકે પેપર લીક થવાની વાતને લઈને આ પરીક્ષા “મોકુફ” રાખવાની મંડળ ધ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે ડાંગ જિલ્લા અને જિલ્લા બહારથી આવેલા પરીક્ષાર્થીઓમાં નારાજગી જોવા મળી હતી.

    follow whatsapp