અમદાવાદઃ હાલમાં જ ગુજરાત પંચાયત જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જવાને કારણે પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે. જેને લઈને ઠેરઠેર વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે ત્યારે અમદાવાદથી વધુ એક પરીક્ષાને મોકુફ કરવાનો નિર્ણય લેવાયાના અહેવાલ મળી રહ્યા છે. અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટી દ્વારા સીસીસીની પરીક્ષા મોકુફ કરવાનો નિર્ણય કરાયો હોવાનું સામે આવ્યું છે. ટેક્નીકલ ખામી સર્જાવાને કારણે આ પરીક્ષા હાલ રદ્દ કરીને મોકુફ કરી દેવાનું યુનિવર્સિટી તંત્ર દ્વારા નિર્ણય કરાયો છે.
ADVERTISEMENT
‘મત લેવામાં માસ્ટરી છે તમારી, પણ પરીક્ષા લેવામાં…’- ઈશુદાન ગઢવી
પરીક્ષા રદ્દ અને વિદ્યાર્થીઓ નારાજ
અમદાવાદમાં વધુ એક પરીક્ષા મોકુફ થઈ જતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. ઉલ્લેખનીય છે કે હાલમાં આવો જ માહોલ સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે અને તેની પાછળનું કારણ વધુ એક વખત પેપર લીક થવાનું છે. જેને લઈને અચાનક જ્યારે વિદ્યાર્થીઓ એક્ઝામ સેન્ટરે પહોંચ્યા હતા ત્યારે તેમને આ અંગે જાણ થતા તેઓમાં નારાજગી વધી છે. ધક્કા ખાઈને પણ પરીક્ષા આપી શકતા ન હોવાનો રંજ તેમના ચહેરાઓ પર વાંચી શકાતો હતો. પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આ અંગે પોતાનો બચાવ કરતા દોષનો ટોપલો રાજ્ય બહારની એજન્સીઓ દ્વારા લીક કરાયું હોવાનું કહી ઢોળી દીધું હતું.
‘પેપર ફૂટ્યું કે અમારું નસીબ’- વિદ્યાર્થીઓએ શું કહ્યું, Video
ટેક્નીકલ ખામીને કારણે પરીક્ષા મોકુફ
દરમિયાનમાં ગુજરાત યુનિવર્સિટીમાં સીસીસીની પરીક્ષાને મોકુફ કરવાનો નિર્ણય લેવાયો છે. જેની પાછળનું કારણ ટેક્નીકલ ખામી સર્જાવાનું છે, પરીક્ષામાં ટેક્નીકલ ખામીને કારણે યોગ્ય પરીક્ષા થઈ શકે તેમ ન હોવાને કારણે આખરે યુનિવર્સિટી તંત્ર દ્વારા પરીક્ષાને મોકુફ કરવાનો નિર્ણય કરાયો છે ત્યારે અહીં પણ વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી હતી.
ADVERTISEMENT