ગુજરાતમાં ચોરીને અંજામ આપે તે પહેલા નવસારી પોલીસે ગેંગને ઝડપી, મહારાષ્ટ્ર-સુરેન્દ્રનગરના કેસનો ભેદ ઉકેલાયો

રોનક જાની.નવસારીઃ નવસારી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળેલ બાતમી મળી હતી કે “મધ્યપ્રદેશની સિયા ગેંગ જે જવેલર્સની દુકાનમાં જઇ હાથ સફાઇથી સોના-ચાદીના દાગીનાની ચોરી કરવાના…

gujarattak
follow google news

રોનક જાની.નવસારીઃ નવસારી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળેલ બાતમી મળી હતી કે “મધ્યપ્રદેશની સિયા ગેંગ જે જવેલર્સની દુકાનમાં જઇ હાથ સફાઇથી સોના-ચાદીના દાગીનાની ચોરી કરવાના ગુનામાં સંકળાયેલા છે તેઓ નવસારી આવવાની તૈયારીમાં છે. તે પ્રમાણે મળેલી માહિતીને આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં પોલીસને સિસોદ્રા ગામ પાસેથી પસાર થતા આ શખ્સોને પકડી પાડવામાં સફળતા મળી હતી. ઉપરાંત પોલીસની કાર્યવાહી દરમિયાન આ ગેંગ દ્વારા સુરેન્દ્રનગર અને મહારાષ્ટ્રના થાણેમાં પણ ચોરીને અંજામ આપવામાં આવ્યો હોવાનો ચોંકાનારો ખુલાસો થયો હતો.

ક્રિકેટર અક્ષર પટેલ વડોદરામાં મેહા સાથે આવતીકાલે કરશે લગ્નઃ જુઓ મહેંદી કાર્યક્રમના Video

પોલીસને મળી ખાસ માહિતી
મળેલી બાતમી મુજબ નવસારી પોલીસ દ્વારા નેશનલ હાઇવે નંબર 48 ઉપર સિસોદ્રા ગામના ઓવરબ્રિજ નજીક વોચ રાખવામાં આવી હતી. જ્યાં બાતમી મુજબની સફેદ કલરની સ્વીફ્ટ ડીઝાયર કાર નંબર- MP 09 CR 5803 તથા એક કાળા કલરની પલ્સર મોટર સાયકલ નંબર-UP 65 EP 6099 ને રોકી તપાસ કરતાં તેમાં 6 જેટલા ઈસમો હતા. જેમની તપાસ કરતા તેમની પાસે સોના તથા ચાંદીના દાગીના જેની કિંમત રૂપિયા ૬૦,૦૧૦ પાંચ મોબાઇલ ફોન જેની કિંમત એક લાખ રૂપિયા તેમજ એક ડીજીટલ પોકેટ વજન કાંટો મળી આવ્યો હતો.

અમદાવાદમાં ખુલ્લેઆમ ફાયરિંગઃ પઠાણ પર 3 રાઉન્ડ ફાયરિંગ ઘટના થઈ CCTVમાં કેદ

સુરેન્દ્રનગરમાં જ્વેલર્સ બન્યા હતા ગેંગનો ભોગ
આ ઉપરાંત પકડાયેલા આરોપી પાસેથી સફેદ કલરની સ્વીફ્ટ ડીઝાયર કાર જેની કિંમત ૩ લાખ રૂપિયા અને કાળા કલરની બજાજ પલ્સર મોટર સાયકલ જેની કિંમત રૂ.૮૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૫,૪૪,૬૮૦ ના મુદ્દામાલ સાથે તમામને પકડી લઈ પુછપરછ કરતા તેઓએ ગત તારીખ ૧૯ જાન્યુઆરી 2023 ના રોજ હળવદ જિ.સુરેન્દ્રગર ખાતે એક જવેલર્સની દુકાનમાં હાથ સફાઇથી સોનાના પેન્ડલો, સોનાના તાર તથા ચાંદીની તાવીજો ચોરી કરેલી હોવાની કબુલાત કરી હતી. સાથે જ મહારાષ્ટ્ર થાણે વિસ્તારમાં પણ ચોરી કરી હતી. જેમાં થાણેના કાપુરબાવડી પોલીસ સ્ટેશનમાં 18 નવેમ્બર 2022 ના રોજ તેમના ઉપર ગુનો નોંધાયો છે. આમ નવસારીમાં ચોરીને અંજામ આપે તે પહેલા જ નવસારી એલસીબી એ આ રીઢા આરોપીને ઝડપી લઈ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી દીધા છે.

કરોડોનું ડ્રગ્સ જપ્ત કરનાર ગુજરાતના દરિયાઈ હીરોને પ્રજાસત્તાક પર્વ પર દિલ્હીમાં એનાયત કરાશે પુરસ્કાર

પકડાયેલા આરોપીઓના નામ:-
– સાહીલ S/O નારાયણ મહારીયા ડુડવે, ઉ.વ.૧૮, રહેવાસી-નકટીરાનીગામ, દેવજીરી કોલોની, વોર્ડ નંબર-૧, તા.સેઘવા, જિ.બડવાની (મધ્યપ્રદેશ)
– તાલીબહુસેન S/O મહમદહુસેન પેરોહુસેન સિયા, ઉ.વ.૨૩, રહેવાસી-સેંધવા ગામ, દેવજીરી કોલોની, વોર્ડ નંબર-૪, તા.સેંઘવા, જિ.બડવાની (મધ્યપ્રદેશ)
– મહમદહુસેન S/O ઝાકીરહુસેન પેરોહુસેન સિયા, ઉ.વ.૩૦, રહેવાસી- સેંધવા ગામ, દેવજીરી કોલોની, વોર્ડ નંબર-૧, તા.સેઘવા, જિ.બડવાની (મધ્યપ્રદેશ)
– અદલઅબ્બાસ S/O ગુલામઅલી સબ્દરઅલી સિયા, ઉ.વ.૨૩, ધંધો-ચા ની લારી, રહેવાસી શિયા મસ્જીદ, અમન કોલોની મકાન નંબર ૧૮૦, તા.જિ.ભોપાલ (મધ્યપ્રદેશ)
– જુબેર S/O સીરાજ અબ્બાસ અલી, ઉ.વ.૩૮, રહેવાસી-પરલીવૈજનાથ, શિવાજીનગર ઝુંપડપટ્ટી, તા.પરલી, જિ.બીડ (મહારાષ્ટ્ર)
– ઓમપ્રકાશ S/O મુકેશ ચંપાલાલ કુસ્વાહ, ઉ.વ.૨૦, રહેવાસી- સેંધવા, મેડીકલ કોલેજ પાસે, સુરજનગર કોલોની મકાન નંબર-૯, તા.સેઘવા, જિ.બડવાની (મધ્યપ્રદેશ)

    follow whatsapp