નવસારીઃ નવસારીના ચીખલી બજારમાં એક મોબાઈલ શોપમાં મોટી ચોરીને ચોરોએ અંજામ આપ્યો છે. ચોરો અહીંથી 21 આઈ ફોન મળી કુલ 200 જેટલા મોબાઈલ ચોરી ગયાની વિગતો સામે આવી છે. જોકે અહીં આ ઉપરાંત આશ્ચર્યની વાત એ હતી કે ચોરો એક નાના અમથા બાકોરામાંથી આટલી મોટી ચોરીને અંજામ આપી ગયા હતા. ઘટનાના સીસીટીવી ફૂટેજ શોધી પોલીસે હવે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
બાયપોલર ડિસઓર્ડરના શિકાર ASIને કેવી રીતે મળી રિવોલ્વર, કેમ મંત્રીને માર્યા, વણ ઉકલ્યા સવાલ
પોલીસની ત્રણ ટીમ લાગી તપાસમાં
નવસારીના ચીખલી બજારમાં રવિવારે એક મોટી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. ચોરો અહીંની એક મોબાઈલ શોપને ટાર્ગેટ કરીને ત્યાંથી કુલ 21.55 લાખની મત્તા ચોરી ગયા હતા. શોપની પાછળના ભાગેથી દીવાલમાં બાકોરું કરીને ચોરોએ આ ચોરી કરી હતી. જોકે નાના અમથા બાકોરામાંથી ચોરો મોટી ચોરી કરી છૂમંતર થઈ ગયા હતા. નવસારી એલસીબી, એસઓજી અને સ્થાનીક પોલીસ હવે આ ચોરોની પાછળ લાગી ગઈ છે. પોલીસે ત્રણ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે. રાત્રીના અંધકારમાં થયેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ મળ્યા નથી. પોલીસે ગત અઠવાડિયાના બેક અપ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે.
(ઈનપુટઃ રોનક જાની, નવસારી)
ADVERTISEMENT