મોરબીઃ મોરબીમાં 135 લોકોના મોતની એ ઘટનાને દિવસે ગુજરાતનું દરેક હૃદય હચમચી ગયું હતું. જોકે એવા પણ કેટલાક છે જેમને આ પીડા ભુલીને આગળ વધવામાં અને મુખ્ય આરોપી જયસુખ પટેલને છોડાવવામાં રસ હોય. જયસુખ પટેલના સમર્થનમાં હાલમાં છેલ્લા કેટલાક સમયથી ઘણા લોકોએ ટેકો જાહેર કરીને તેમના વખાણ કર્યા છે. આ લિસ્ટમાં હાલમાં વાયરલ તસવીર સામે આવી છે કે પાટીદાર સંસ્થાના લેટરપેડ પર જયસુખ પટેલનું સમર્થન કરવામાં આવી રહ્યું છે અને તે લેટરમાં લખેલા શબ્દો પ્રમાણે જયસુખ પટેલને સજ્જન માણસ દર્શાવાયા છે. જોકે આ પત્રની પૃષ્ટી હજુ સુધી શક્ય બની નથી. શક્ય છે કે પત્ર સંદર્ભે સંસ્થા દ્વારા જાતે જ ફોડ પાડવામાં આવે.
ADVERTISEMENT
135 લોકોના મોત છતા આ કેવો ટેકો?
મોરબી ઝૂલતા પૂલની દુર્ઘટનામાં 135 લોકોના જીવ ગયા અને જેમાં સૌથી મોટી બેદકારી ઓરેવા કંપનીના માલીક જયસુખ પટેલની જોવા મળી રહી છે. મહિના સુધી છૂપાતો ફરતો જયસુખ પટેલે અચાનક ફિલ્મી ઢબે મોરબી કોર્ટેમાં સરન્ડર કરી દીધુ હતું જોકે હાલ પોલીસ રિમાન્ડ પર છે. ત્યારે હવે શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસરના નામે એક પત્ર વાયરલ થયો છે જેમાં આરોપી જયસુખ પટેલની તરફેણ કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ પત્રમાં સીધી જ રીતે આરોપી જયસુખ પટેલનો ખુલ્લો બચાવ કરવામાં આવ્યો છે. ત્યારે વાયરલ પત્રથી અનેક તર્ક વિતર્ક થઇ રહ્યાં છે કે શું કોઇ વ્યક્તિ 100 સારા કાર્યો કરે પણ તેના એક કાર્યથી 135 લોકોના મોત થાય તો શું તેને બક્ષી દેવાના ? જોકે આ પત્રથી લોકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે કે, તે આરોપી દોષિત છે કે કેમ તેનો નિર્ણય કોર્ટ પર છોડવો જોઈએ અને જો તે નિર્દોષ છે તો નિર્દોષ અને દોષિત છે તો કડક સજા થાય.
ADVERTISEMENT