વડોદરા: એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી MD ડ્રગ્સ સાથે પેડલર ઝડપાયો, સલ્પાયર વોન્ટેડ જાહેર

દિગ્વીજય પાઠક.વડોદરાઃ વડોદરાના નાગરવાડા રોડ પરથી એસઓજી પોલીસે 7 લાખની કિંમતના 70 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે એક આરોપી ઝડપી પાડ્યો છે અને એક આરોપીને…

વડોદરા: એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી MD ડ્રગ્સ સાથે પેડલર ઝડપાયો, સલ્પાયર વોન્ટેડ જાહેર

વડોદરા: એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી MD ડ્રગ્સ સાથે પેડલર ઝડપાયો, સલ્પાયર વોન્ટેડ જાહેર

follow google news

દિગ્વીજય પાઠક.વડોદરાઃ વડોદરાના નાગરવાડા રોડ પરથી એસઓજી પોલીસે 7 લાખની કિંમતના 70 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે એક આરોપી ઝડપી પાડ્યો છે અને એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. આ મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ડ્રગ્સ પકડાવાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાત પોલીસ ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ પર સતત કાર્યવાહીઓ કરી રહી છે.

7 લાખનો જથ્થો કર્યો જપ્ત
વડોદરા એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, વડોદરા શહેરના નાગરવાડા રોડ પર વોર્ડ નં-8ની ઓફિસ પાછળ આવેલા ગીતાંજલી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ડ્રગ્સ પેડલર ડ્રગ્સનું વેચાણ કરે છે, જેના આધારે એસઓજી પોલીસે રેડ પાડતા શાહરૂખખાન સરવરખાનન પઠાણ (ઉ.32) (રહે.એ-101, હમીદભાઇએ ચાવીવાલાના મકાનમાં ભાડેથી, હનિન હેરીટેઝ, રીંગ રોડ, નવસારી, મૂળ રહે. ડી-ટી-11 ગીતાંજલી એપાર્ટમેન્ટ, નાગરવાડા રોડ, વડોદરાને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી 700,600 રૂપિયાની કિંમતનો 70 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો.

અરવલ્લીઃ બાયડમાં બે જુથો વચ્ચે અથડામણ, બાઈક સળગાવ્યા, 1ને ઈજા

પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ, વજનકાંટો અને 1210 રોકડ રકમ, મોબાઇલ ફોન, આધારકાર્ડ મળીને કુલ 707,201 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આ ઉપરાંત પોલીસે ડ્રગ્સ સપ્લાયર કપીલ (રહે. જુના થાણા રોડ, લુંશી કુઇ રોડ, નવસારી)ને વોન્ટેડ જાહેર કર્યો હતો અને તેની શોધખોળ શરૂ કરી છે. વડોદરા એસઓજી પોલીસે આ મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આ મામલે વધુ તપાસ કારેલીબાગ પોલીસને સોંપી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp