ડાંગઃ ડાંગ જિલ્લામાં અવારનવાર હિંસક પ્રાણીઓ દેખાવાનો અનુભવ ઘણાને થયો છે. આવો જ એક અનુભવ ગોલ્ડન ગર્લ તરીકે જાણીતા ડીવાયએસપી સરિતા ગાયકવાડને પણ થયો હતો. સરિતા ગાયકવાડે જ આ ઘટનાનો વીડિયો પોતાના ફોનમાં કંડારી લીધો હતો.
ADVERTISEMENT
સરિતા ગાયકવાડે વીડિયો સાથે શું સંદેશ આપ્યો?
ડાંગના જંગલ વિસ્તારિમાં દીપડાને લઈને સરિતા ગાયકડવાડે વીડિયો બનાવી લોકોને સંદેશ આપ્યો છે. ડાંગ જિલ્લામાં દીપડો દેખાવાનો સિસસિલો સતત યથાવત રહ્યો છે. ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડને 10થી 15મી સુધી દીપડાને જોવાનો અનુભવ થયો છે. આહવાથી ચીંચલી ખાતે પોતાના ઘર તરફ સરિતા ગાયકવાડ જઈ રહ્યા હાત ત્યારે સ્ટેટ હાઈવે પર તેમને દીપડો દેખાયો હતો. જાહેર માર્ગ પર દીપડા દેખાય ત્યારે હોર્ન વગાડી કે હેડલાઈટ લો કે હાઈ કરીને તેમને હેરાન ના કરવા અને માર્ગ પરથી પસાર થાય ત્યાં સુધી રાહ જોવાનો સંદેશ પણ સરિતા ગાયકડવાડે આ વીડિયો સાથે આપ્યો હતો.
(ઈનપુટઃ રોનક જાની, ડાંગ)
ADVERTISEMENT