નવસારીઃ નવસારીના ચીખલી તુલાકાનો હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સોશ્યલ મીડિયા પર ફરતો થયેલો આ વીડિયોને જોતા વન વિભાગ દ્વારા અહીં તપાસ કરવામાં આવી હતી અને તે અંગે કાર્યવાહી હાથ ધરી હતી. અહીં વાયરલ થયેલા વીડિયોને લઈને ગ્રામજનોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. હવે અહીં વન વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરતા અહીં પાંજરુ મુકી દેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ પૂર્ણ, વિદેશી મીડિયાએ શું કહ્યું?
અઠવાડિયા પહેલા જ બે દીપડા પકડાયા
નવસારીના ચીખલી તાલુકામાં આવેલા કુકેરી ગામની એક ઘટના સામે આવી છે. અહીં ગામ પાસે લટાર માતા દીપડાનો વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ફરતો થયો છે. વાહન ચાલકે તેનો વીડિયો કંડારી લઈને પોસ્ટ કરતા વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વન વિભાગ દ્વારા આ વીડિયોને લઈને દીપડાને પકડવા માટે પાંજરુ ગોઠવવામાં આવ્યું છે. વન વિભાગ દ્વારા દીપડો પકડવાને લઈને કામગીરી હાથ ધરવામાં આવી હતી. એક અઠવાડિયામાં કલીયારી ગામેથી બે દીપડા પણ પાંજરે પુરાઈ ચુક્યા છે. છતા અહીં વધારે એક દીપડો જોવા મળતા બાબતને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
(ઈનપુટઃ રોનક જાની, નવસારી)
ADVERTISEMENT