અમદાવાદઃ ગુજરાતમાં સરાકાર કોઈ સરકારી નોકરીની ભરતી કરી બતાવે તો જાણે ચમત્કાર થઈ જાય તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. ગતરોજ પંચાયત જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં સરકારી તંત્ર ફેઈલ ગયું હતું. પેપર લીક થઈ જવાને કારણે એક્ઝામ મોકુફ કરવામાં આવી અને 100 દિવસમાં હવે નવેસરથી આ પરીક્ષા લેવાવાની છે. જોકે આ જુનિયર ક્લાર્કની પરીક્ષાને આ પહેલો ધક્કો નથી વર્ષ 2018થી રદ પરીક્ષા પાંચ વર્ષે પમ તંત્ર યોજી શક્યું નથી.
ADVERTISEMENT
ગાંધી હત્યાકાંડની કેસ ડાયરીઃ ગોડસે સહિત 8 કિરદાર, 3 ગોળીઓ જાણો સમગ્ર પ્લાનિંગ અંગે
2018થી ટલ્લે ચઢી ભરતી
ગુજરાતમાં વર્ષ 2018માં પંચાયત તલાટીની જોડે જ જુનિયર ક્લાર્કની પરીક્ષાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે જે તે સમયે જિલ્લાઓની પસંદગી સમિતિ દ્વારા ભરતી થતી હતી, જેથી ગુજરાત સરકારે જિલ્લા પસંદગી સમિતિને બદલે સેન્ટ્રલાઈઝ ભરતીનો નિર્ણય કર્યો અને તે ભરતી રદ્દ થઈ ગઈ હતી. જે પછી નવેમ્બરમાં ચૂંટણી જાહેર થઈ તેના ગણતરીના કલાકો પહેલા પરીક્ષા 8 જાન્યુઆરીએ લેવાની જાહેરાત થઈ હતી. જોકે તે પછી તારીખમાં ફેરફાર થઈને 29 જાન્યુઆરીએ આ પરીક્ષા લેવાનું નક્કી કરાયું હતું. જોકે તંત્રના ભરોસે લાખોની સંખ્યામાં ભરતી ફોર્મ ભરી ત્રણેક હજારની જગ્યા પર પરીક્ષા આપવા નિકળેલા ઉમેદવારોનો ભરોસો ચકનાચુર ત્યારે થયો જ્યારે છેલ્લી ઘડીએ પરીક્ષા મોકુફ થઈ. હવે વિદ્યાર્થીઓને ફરી વધુ એક તારીખ આપવામાં આવશે, 100 દિવસમાં. પણ ફરી સચોટ રીતે પરીક્ષા થશે જ તેવું ભરોસાથી કોઈ કહી શકે તેવું મળતું નથી.
ADVERTISEMENT