મહીસાગરઃ લુણાવાડાની એક શાળામાં સરકારી અધિકારી દ્વારા ખુદ બળાત્કારના કેસનો દોષિત આસારારામની આરતી અને પૂજા કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને શિક્ષણ જગતમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાનો વીડિયો સામે આવ્યા પછી આ મામલે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ભાજપ સરકાર પર પણ આકરા શબ્દબાણ ચલાવ્યા હતા. તેમણે જે કહ્યું હતું તેનો મતલબ એવો સામે આવી રહ્યો હતો કે આવી પ્રવૃત્તિઓ અયોગ્ય છે અને તેને શીખવનાર પણ ભાજપ સરાકર જ છે. તેમણે કહ્યું કે બિલ્કીશ બાનો કેસના આરોપીઓને જેમ છોડ્યા અને પછી મીઠાઈઓ ખવડાવી ફુલતોરા કર્યા આ તેમાંથી પ્રેરણા લેવાઈને થયું છે.
ADVERTISEMENT
જીગ્નેશ મેવાણીના આકરા શબ્દો
જીગ્નેશ મેવાણીએ આ અંગે કહ્યું કે, આપણા દેશની અદાલત દ્વારા જેને બળાત્કારનો ગુનો સાબિત કરી દોષિત જાહેર કરવામાં આવે તે માણસનું સન્માન ગુજરાતમાં થાય, શાળામાં બેનર મુકી ફૂલતોરા કરવામાં આવે તે શરમજનક છે. ગુજરાતની અસ્મિતનાને ખંડીત કરવા સમાન છે. લુણાવાડાની તપાસમાં કલેક્ટર અને શિક્ષણ વિભાગના અધિકારીઓનો લેખિત ખુલાસો માગવો જોઈએ. મુખ્ય વાંક ભાજપ સરકારનો એટલે છે કે, આ ગુજરાતમાં બિલ્કિશ બાનોના બળાત્કારીઓને જેલમાંથી છોડી કહેવામાં આવ્યું કે તેમના સંસ્કાર સારા હતા એટલે છોડી દીધા. તેમના પણ ફુલતોરા થયા અને મીઠાઈઓ ખવાડાવવામાં આવી હતી. તેના કારણે ગુજરાતના શિક્ષકો અને કલેક્ટર પણ પ્રેરણા લઈને બળાત્કારીઓની આરતી કરી રહ્યા છે. બાપુ અને સરદારના ગુજરાતમાં આવો દિવસ જોવા મળશે તેની કલ્પના ન્હોતી.
કેદારનાથ ધામના કપાટ 25 એપ્રિલે ખુલશે, મહાશિવરાત્રીએ થયેલી બેઠકમાં નિર્ણય
શું બની ઘટના
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની જામાં પગીના મુવાળા પ્રાથમિક શાળામાં યોજાયેલ માતૃ પિતૃ પૂજન કાર્યક્રમ દરમ્યાન બળાત્કારની સજા ભોગવતા બળાત્કારી આસારામની આરતી લુણાવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બિપિન પટેલ કે જે વાવના મુવાળા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને એક શિક્ષક છે તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત અન્યો દ્વારા ઉતરાવવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો. જે પછી આ ઘટના ચર્ચાનો વિષય બન્યો હતો.
પાલનપુરના આર્યન મોદી ઓનર કિલિંગમાં પોલીસે શકમંદોને ઝડપ્યા
કયા અધિકારીએ કર્યું હતું આયોજન?
મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. અવનીબા મોરી દ્વારા શાળાઓમાં 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે ના દિવસથી થી 17 ફેબ્રુઆરી દરમ્યાન માતા પિતા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત લુણાવાડા તાલુકાની જામાં પગીના મુવાળા પ્રાથમિક શાળામાં માતૃ પિતૃ પૂજન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં શાળાના કાર્યક્રમમાં બળાત્કારની સજા ભોગવતા બળાત્કારી આસારામના ફોટો વાળું બેનેર મારવામાં આવ્યું હતું અને બેનરમાં લખવામાં આવ્યું હતું કે “પૂજ્ય સંતશ્રી આસારામ બાપુ પ્રેરિત માતૃ પિતૃ પૂજન દિવસ આવો ઉજવીએ સાચો પ્રેમ દિવસ” આ પ્રકારના બેનરની સાથે સાથે બાળકોની ઉપસ્થિતમાં જ આસારામની આરતી પણ ઉતારવામાં આવી હતી અને જેના ફોટા અને વીડિયો વાયરલ થતા સરકારી પ્રાથમિક શાળામાં યોજવામાં આવેલા માતૃ પિતૃ પૂજન દિવસ ચર્ચાઓનો દિવસ બની ગયો હતો.
નોંધનીય છે કે ભારતીય સંસ્કૃતિની સભ્યતાનો બાળકો અને યુવાનો આદર કરે અને ચારિત્ર્ય નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના ઘડવૈયા બને તે હેતુસર મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં માતાપિતા પૂજન દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે સરકારી શાળામાં જ બાળકોની ઉપસ્થિતમાં જ બળાત્કારી આસારામની આરતી ઉતારવામાં આવે તેમાં કયા સંસ્કાર બાળકોને મળશે તે પ્રશ્ન છે. જે આસારામને ન્યાયાલય દ્વારા બળાત્કારના દોષી ઘોષિત કરી સજા પણ ફટકારી છે અને બળાત્કારના ગુનાની સજા જેલમાં ભોગવી રહ્યા છે ત્યારે શાળાના શિક્ષક દ્વારા બાળકો તેમજ તેમના માતા પિતા સમક્ષ આવા ગુનેગાર આસારામના બેનર મારી તેમજ તેમના ફોટોની આરતી ઉતારતા જિલ્લા શિક્ષણ ક્ષેત્રમાં હડકમ્પ મચી ગયો છે.
કુમાર કાનાણી સામે લક્ઝરી બસ એસોસિએશન લડી લેવાના મૂડમાં, હવે 21 ફેબ્રુઆરીથી એક પણ લક્ઝરી બસ સુરતમાં નહીં પ્રવેશે
મહીસાગર જિલ્લા શિક્ષણાધિકારીનો શું હતો પરિપત્ર અને સંદેશ
મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. અવનીબા મોરીએ નવતર અભિગમ દ્વારા શાળાઓને સંદેશ પાઠવ્યો કે આપણે ભારતવાસીઓ પ્રાચીન ભારતીય સંસ્કૃતિના સદૈવ ઋણી છીએ. પ્રવર્તમાન સમયમાં આપણા બાળકો અને યુવાનોનું ચારિત્ર્યનું રક્ષણ કરવું તે પણ શિક્ષણ જગત વતી એક સામાજિક જવાબદારી છે. બાળકો ૧૪ ફેબ્રુઆરી નિમિત્તે માતા-પિતાના પ્રેમ, સમર્પણ અને પુરુષાર્થના આદર સાથે વાસ્તવિક પ્રેમ દિવસ મનાવે. વધુમાં તેમણે ૧૪ ફેબ્રુઆરી માતા-પિતા પુજન દિવસના ઉપલક્ષમાં આ સપ્તાહમાં ૧૭ ફેબ્રુઆરી સુધીમાં કોઈ એક દિવસે શાળાઓએ પોતાની અનુકુળતા મુજબ બાળકો આદર અને સન્માન સહ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પોતાના માતા-પિતાનું પુજન કરે તે માટે માતાપિતા પૂજન દિવસની ઉજવણી કરવાનું સ્વૈચ્છિક આયોજન કરવામાં પ્રેરક સંદેશમાં જણાવાયું હતું.
અદાણી ગ્રુપ પર વધુ એક મોટો આરોપ, રશિયાની બેંકમાંથી લોન માટે કર્યું આ કામ
વિદ્યાર્થીઓ સંસ્કૃતિ પ્રત્યે અભિમુખ બની સંસ્કારમય જીવન પ્રાપ્ત કરે તેમજ શાશ્વત મૂલ્યોનું જતન કરે. ચારિત્ર્ય નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના ઘડવૈયા બને તે હેતુસર આયોજન કરેલ કાર્યક્રમમાં દુસકર્મના આરોપી અને જેલમાં સજા ભોગવતા બળાત્કારી આસારામની આરતી ઉતારવામાં આવતા ક્ષીક્ષણ જગત સર્મશાર બન્યું છે ત્યારે હવે જોવું રહ્યું કે ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના તપાસના આદેશ બાદ લુણાવાડા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કેવા પ્રકારની તપાસ કરે છે અને તપાસમાં શુ તથ્ય બહાર લાવી કેવા પ્રકારની કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
(ઈનપુટઃ વિરેન જોશી, મહીસાગર)
ADVERTISEMENT