દર્શન ઠક્કર.જામનગરઃ જામનગરના રઘુવંશી ઉધોગપતિ અને જલારામ મેટલ અલ્લોયસના માલિક મેહુલભાઈ ધીરજલાલ જોબનપુત્રાએ સમાજ માટે એક અનેરું ઉદાહરણ પૂરું પડી, સમાજને નવી રાહ બતાવતું સેવાકીય કાર્ય કર્યું છે. રમીલાબેન અને ધીરજલાલ જોબનપુત્રના પૌત્ર અને મીરાબેન અને મેહુલભાઈના પુત્ર ‘નમન’ ની પ્રથમ વર્ષગાંઠના દિવસે કોઈપણ પાર્ટી કે અન્ય ખોટા તાઇફા કરવાને બદલે એક સેવાકીય સામાજિક અને ઉત્તમ ઉદાહરણ સમાજ માટે પૂરું પાડ્યું છે.
ADVERTISEMENT
બનાસકાંઠાના આ ગામે દારુ, ગુટકા, રોમિયોગીરી પર મુકી પાબંદી, જાણો દંડ કેટલો નક્કી કરાયો
36 દીકરીઓના કરાવ્યા ધામધૂમથી લગ્ન
આજે ‘નમન’ ની પ્રથમ વર્ષગાંઠ હોય જોબનપુત્રા પરિવાર કોઈપણ પ્રકારના જ્ઞાતિ કે જાતિના ભેદભાવ વગર હિન્દૂ વિધિથી 36 દીકરીઓના ધામધૂમથી સમૂહ લગ્ન કરાવી રહ્યા છે. સાથે સાથે તમામ દીકરીઓને 100 થી વધારે કરિયાવર (ઘરવખરી) ની વસ્તુઓ આપવામાં આવી હતી. આ સમૂહ લગ્નમાં જામનગરના સાંસદ પુનમબેન માડમ, જાણીતા સમાજસેવક ખજુરભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.
IPS સફીન હસને અચાનક અમદાવાદમાં શરૂ કરાવી કાર્યવાહી, શું શોધતી હતી પોલીસ?
જન્મદિવસની પાર્ટી નહીં કરીએઃ ઉદ્યોગપતિ
‘નમન’ ના પિતા એવા મેહુલ જોબનપુત્રાએ આ અંગે કહ્યું કે, પુત્ર રત્નની ખુશી બધાને હોય છે. લોકો બાળકનો પ્રથમ જન્મદિવસ ધામધૂમથી ઉજવતા જ હોય છે અને લાખો રૂપિયા સુધીનો ખર્ચ પણ કરતા હોય છે. જ્યારે અમારા પરિવારે નિર્ણય લીધો છે કે, સમાજના અન્ય પરિવારોની ખુશી અને આશીર્વાદરૂપે આ હિન્દૂ સમૂહ લગ્નનું અમે આયોજન કરી, મારા પુત્ર નમનનો જન્મદિવસ ઉજવી, 36 દીકરીઓના અમે લગ્ન કરાવીશું અને કોઈપણ ખોટો ખર્ચ જન્મદિવસ જેવી પાર્ટીમાં નહીં કરીએ. આ 36 દીકરીઓના લગ્ન થાય અને એમનો પરિવાર ખુશ રહે એ જ અમારા પરિવાર માટે ઉજવણી અને આશીર્વાદ હોવાનું તેમણે વાતચીતના અંતે જણાવ્યું હતું.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT