અંબાજીઃ અંબાજીમાં મોહનથાળનો વિવાદ વકરી રહ્યો છે ત્યારે અહીં ભાજપના નેતા, ગુજરાત સરકારના મંત્રી અને નિકોલના ધારાસભ્ય એવા જગ્દીશ વિશ્વકર્માને મીડિયા દ્વારા આ વિવાદને લઈને સવાલ કરવામાં આવ્યો હતો. જોકે તેમણે આ અંગે એક સ્માઈલ કરીને ત્યાંથી રવાના થઈ જવાનું જ મુનાસિબ માન્યું હતું. ઉલ્લેખનીય છે કે વર્ષે કરોડો રૂપિયાનો બિઝનેસ માત્ર અંબાજી મંદિરના પ્રસાદમાંથી જ થઈ જતો હોય છે જેનો કોન્ટ્રાક્ટ કોઈ અન્યને આપવાના ભારે આરોપો લાગી રહ્યા છે ત્યારે મંત્રીએ આ અંગે જવાબ આપવાનું મુનાસીબ માન્યું ન હતું.
ADVERTISEMENT
ડાકોર તરફ પદયાત્રીઓનો ઘસારો શરૂ: ફાગણી પુનમનું અનેરું દર્શન
મંત્રીએ કેમ જવાબ ન આપ્યો?
અંબાજીમાં આવેલા ગુજરાત સરકારના રાજ્યમંત્રી જગ્દીશ વિશ્વકર્મા અહીં બેન્કોના અધિવેશનમાં આવ્યા હતા. અંબાજીમાં કો-ઓપરેટીવ બેન્કોનું અધિવેશન બે દિવસ ચાલવાનું છે. જગ્દીશ વિશ્વકર્મા બનાસકાંઠાના વતની છે. તેઓ અંબાજી દર્શન માટે અવારનવાર આવતા રહે ચે. આજે તેઓ અહીં આવ્યા હતા ત્યારે તેમણે મીડિયા સાથે જી20 અંગે વાત કરી હતી પરંતુ જેવો મીડિયાએ મોહનથાળના પ્રસાદના વિવાદ અંગે પ્રશ્ન પુછ્યો કે તેમણે ચાલતી પકડી લીધી હતી.
મનીષ સિસોદિયાના રિમાન્ડ વધ્યા, CBIનું લિસ્ટ તૈયાર, AAP નેતાને પુછાશે 4 સવાલ
મહિલાઓ કરેછે પ્રસાદી માટે કામ
અંબાજી મંદિરમાં પ્રસાદની કામગીરીનું કામ મોહિની કેટરર્સ સંસ્થાને આપવામાં આવ્યું છે. આ મોહિની કેટરર્સ સંસ્થામાં અંદાજે 300 જેટલી મહિલાઓ મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી કરી રહી છે. આ મહિલાઓ મોહનથાળ પ્રસાદને કેરેટમાંથી ભરીને ડબ્બામાં પેક કરવા સુધીની તમામ કામગીરી કરે છે. જેમને જણાવ્યુ હતું કે આ કામ પેટે અમને રોજગારી પણ મળે છે. મહિલાઓએ જણાવ્યું હતું કે હોળીના તહેવાર નિમિત્તે અમારી રોજગારી બંધ થઈ જવા પામી હતી અને બધી મહિલાઓ ભેગી થઈને અંબાજી મંદિર પરિસરમાં આવી હતી અને નારા લગાવ્યા હતા કે અમારી રોજગારી અમને આપવામાં આવે અને મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ કરવામાં આવે. આ સંસ્થામાં કામ કરતી મહિલાઓ મોટાભાગે ગરીબ છે અને રોજ કમાઈને રોજ તેમના ઘરનું ગુજરાત ચાલી રહ્યું છે ત્યારે હાલમાં અંબાજી મંદિર ખાતે જે મોહનથાળ પ્રસાદ બંધ કરવાનો નિર્ણય લેવાયેલ છે. તેને લઈને 300 જેટલી મહિલાઓના પરિવાર પર નવી આફત આવી છે.
(ઈનપુટઃ ધનેશ પરમાર, બનાસકાંઠા)
ADVERTISEMENT