ગુજરાતી ફરજિયાતનું બિલ વિધાનસભામાં સર્વાનુમતે પસારઃ જો કોઈ શાળાએ ન માન્યું તો…

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે શિક્ષણમંત્રી કુબેર ડિંડોર દ્વારા ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક 2023 રજુ કરવામાં આવ્યું હતું. વિધાનસભા ગૃહમાં રજુ કરવામાં…

gujarattak
follow google news

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે શિક્ષણમંત્રી કુબેર ડિંડોર દ્વારા ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક 2023 રજુ કરવામાં આવ્યું હતું. વિધાનસભા ગૃહમાં રજુ કરવામાં આવેલા આ બિલને તમામ પક્ષો તરફથી આવકારો મળ્યો હતો. કોંગ્રેસે આ બિલનો ખુલ્લા દિલથી સ્વીકાર કર્યો હતો. ગૃહમાં આ બિલ પર ચર્ચા પણ કરવામાં આવી હતી. ચર્ચાના અંતે આ બિલને સર્વાનુમતિ મળતા પસાર કરવામાં આવ્યું હતું.

વિપક્ષોનો ખુલ્લા દિલથી બિલને ટેકો
ગુજરાતમાં હવે ધોરણ 1થી 8 સુધીમાં ખાનગી, સરકારી તમામ શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવામાં આવશે. કોઈ પણ બોર્ડ હોય દરેક બોર્ડમાં હવે ગુજરાતી ભાષામાં અભ્યાસ ફરજિયાત ભણાવવાની જોગવાઈ આ બિલમાં કરવામાં આવી છે. ગૃહમાં આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસ દ્વારા પણ આ બિલને ખુલ્લા દિલથી ટેકો કરવામાં આવ્યો હતો.

કચરાના ઢગલામાંથી મળી આવેલી વસ્તુ અમદાવાદના યુવકને વેચવી પડી ભારે, પોલીસે કરી ધરપકડ

લેખિત વિનંતી પર વિચાર બાદ મળશે મુક્તિ
રાજ્ય શિક્ષણમંત્રી કુબેર ડિંડોર દ્વારા વિધાનસભા ગૃહમાં ફરજિયાત ગુજરાતી ભાષામાં શિક્ષણ આપવાનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું. તમામ શાળાઓમાં આ બિલ અંતર્ગત ધોરણ 1થી 8 સુધી ગુજરાતી ભણાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. વર્ષ 2023-24ના શૈક્ષણિક વર્ષથી ફરજિયાત ગુજરાતીનું નવું વિધેયક લાગુ થશે. આગામી સમયમાં આ બિલ પર ગવર્નર દ્વારા મંજુરી પણ આપવામાં આવશે. આ બિલ પ્રમાણે સરકારે ઠરાવેલા પુસ્તકોના અનુકરણ સાથે ગુજરાતી ભાષાને વધારાની ભાષા તરીકે ભણાવવી જ રહી. બીજી બાજુ કોઈ વાજબી કારણ હશે તો જ ખાસ લેખિત વિનંતી પર વિચાર વિમર્શ પછી તેના આધારે તેમાં મુક્તિ આપી શકાશે.

એલન મસ્ક ફરીથી વિશ્વનો સૌથી ધનિક બન્યો, જાણો કેટલી છે સંપતિ

શાળા ગુજરાતી ન શિખવાડે તો શું?
ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક 2023 અંતર્ગત તમામ બોર્ડ, શાળાઓએ ગુજરાતી ભણાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. છતા જો કોઈ શાળા ગુજરાતી ભણાવતી નથી તો તેવી શાળા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. સરકાર દ્વારા અગાઉ ગુજરાતી ફરજિયાત ભણાવવા કહેવાયું હતું પરંતુ ઘણી શાળાઓ ગુજરાતી ભણાવતી ન હોવાનું પણ સામે આવ્યું હતું. જોકે હવે બિલ વિધાનસભામાં પસાર થયું છે તો તે અંગે હવે કાયદો બન્યા પછી આવી શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. જેમાં પ્રથમ વખત નિયમ ભંગ કરશે તો 50 હજારનો દંડ કરવામાં આવશે. બીજી વખત નિયમ ભંગ કરવા બદલ 1 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે. તથા ત્રીજી વખત ભંગ કરવા બદલ 2 લાખનો દંડ કરવામાં આવશે. આમ શાળાઓને ત્રણ વખત આ વિધેયકની વાત ન માવવા પર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. પણ જો ચોથી વખત નીયમ ભંગ કરવામાં આવે છે તો તેવી શાળા સામે માન્યતા જ રદ્દ કરી દેવાના પગલા લેવામાં આવશે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp