અમદાવાદઃ ગુજરાતમાં ગરમીનો માહોલ કેવી છે તે આપને કહેવાની જરૂર તો લાગતી નથી કારણ કે તે તો આપ જ સારી રીતે કહી શકો કે ગરમી કેટલી છે. હાલમાં જ્યારે આ માહોલ છે ત્યારે ગુજરાતમાં ક્યાંય વરસાદ પણ પડી શકે છે તે તે બાબત પણ જાણવી જરૂરી છે. ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી સૂકું વાતાવરણ રહેશે અને 24 કલાક સુધી તાપમાન યથાવત રહે પણ 3થી 4 ડિગ્રી વધે તેવી સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલમાં ગરમીનું પ્રમાણ જ્યાં વધવાની શક્યતાઓ છે ત્યાં સૌરાષ્ટ્ર પંથકના ઘણા વિસ્તારો વરસાદી છાંટાઓથી ભીંજાઈ પણ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આ હવામાનના ફેરફાર થવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
પંજાબઃ પકડાઈ ગયો ભાગેડું અમૃપાલ સિંહ, મોગા પોલીસ સામે કર્યું સરેન્ડર
વરસાદ ગરમીમાં થોડી રાહત આપી જાય
હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 23 અને 24 એપ્રિલ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. તો હાલની ગરમીમાં સામાન્ય રાહત મળે તેવું થઈ શકે છે પણ કમોસમી વરસાદની આગાહીના અહેવાલો ઘણા ખેડૂતો માટે ચિંતાના વાદળો લેતા આવે છે.
ADVERTISEMENT