સુરતઃ સુરતના પાંડેસરા વિસ્તારમાં બે શખ્સો દ્વારા ATM તોડવા માટે ભારે મહેનત કરવામાં આવી હતી. જોકે બંને સફળ થયા ન હતા. ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પોલીસે આ ઘટનાને પગલે ચોરીનો પ્રયાસ કરવા બદલ બંનેને ઝડપી પાડ્યા છે.
ADVERTISEMENT
જયસુખ પટેલના ‘મગરના આંસુ’: મોરબીકાંડ પછી પહેલી વખત બોલ્યો કે…
બંને શખ્સો CCTVમાં કેદ થતા પોલીસે ઝડપ્યા
સુરતમાં પાંડેસરા વિસ્તારમાં આવેલા વડોદ ગામમાં એક ICICI બેન્કનું ATM તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ATM તોડીને તેમાંથી રૂપિયા મેળવવા માટે બે શખ્સો દ્વારા ભારે જહેમત કરવામાં આવી હતી. જે ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બનાવની માહિતી પહેલા બેન્ક અને બાદમાં પોલીસને મળતા પોલીસે કેમેરામાં કેદ થયેલા ફૂટેજને આધારે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પાંડેસરા પોલીસે તાત્કાલીક સ્થળ પર દોડી જઈ વધારાની માહિતી મેળવી હતી. પોલીસે આ કેસમાં બંને શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ બંને શખ્સોના નામ ધીરુસિંગ રાજપૂત અને સંજીવ ચૌધરી છે.
હવામાન વિભાગની મોટી આગાહી, જાણો રાજ્યમાં કયા વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ
ATM તોડવા પાછળ શું કારણ?
પોલીસને એ પણ જાણકારી મળી કે ધીરુસિંગ પાંડેસરાના વડોદ ગામમાં આવેલી મોહન સોસાયટીમાં જ રહે છે અને બીજો સંજીવ પણ વડોદ ગામમાં જ આવેલા શાસ્ત્રીનગરમાં રહે છે. મૂળ તેઓ બંને મધ્ય પ્રદેશના વતની છે. પોલીસે તુરંત બંનેને ઝડપી પાડીને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસના હાથે લાગેલા કેમેરાના ફૂટેજને જોતા આ બંને હજુ જાણે પહેલી વખત ATM તોડવા આવ્યા હોય તેવું માલુમ પડી રહ્યું હતું. જેથી પોલીસને તે બંને કેમ ATM તોડવા અને તેમાંથી રૂપિયા મેળવવા માગતા હતા. તે રૂપિયાનું શું કરવાના હતા, ATM તોડવા સાધનો ક્યાંથી લાવ્યા હતા અને તેમની સાથે આ ઘટનામાં બીજું કોઈ સંડોવાયેલું છે વગેરે વિગતોને લઈને પ્રશ્નો થયા છે જેના જવાબમાં હવે આગામી તપાસ ચાલી રહેશે.
ADVERTISEMENT