વડોદરાઃ વડોદરાના કારેલીબાગ વિસ્તારમાંથી એક બાળક કચરાના ઢગલામાં ફેંકી દેવાયેલું મળી આવ્યું હતું. આવી ઠંડીમાં કોણ નિર્દયી હશે જે આવા ફૂલ જેવા બાળકને કચરામાં ફેંકી દે, તે સવાલનો જવાબ મેળવવા વડોદરા પોલીસ કામે લાગી. આ તરફ 108 અને સયાજી હોસ્પિટલના સ્ટાફે બાળકની તકેદારી રાખવાનું શરૂ કર્યું અને બીજી તરફ પોલીસ તપાસમાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી. પોલીસને જાણકારી મળી કે વડોદરાના મચ્છીપીઠના એક કપલ દ્વારા આ બાળકને ફેંકી દેવાયું હતું. પોલીસને જાણકારી મળી કે બે દિવસ પછી તેમના લગ્ન થવાના હતા અને સવારે જ્યારે યુવતીને પેટમાં દુઃખાવો થયો ત્યારે મંગેતર સાથે રિક્ષામાં હોસ્પિટલ જતા હતા તે વખતે રિક્ષામાં જ તેની પ્રસુતી થઈ ગઈ હતી. બાળકનો જન્મ થતા ગભરાઈ ગયેલા કપલે બાળકને નજીકમાં કચરાના ઢગલામાં ત્યજી દીધું હતું. યુવતીને બાદમાં સયાજી હોસ્પિટલમાં જ દાખલ કરાઈ હતી.
ADVERTISEMENT
ગુજરાતના DGP આશિષ ભાટિયાના વહીવટદારને સસ્પેન્ડ કરવા ગૃહમંત્રાલયે કરવા પડ્યા આદેશ !
બાળકની ખાસ દરકાર રખાઈ
ઘટના એવી હતી કે કારેલીબાગ પોલીસને કંટ્રોલ રૂમ તરફથી વર્ધી મળી કે ખાસવાડી સ્મશાન પાસે એક નવજાત બાળકને ત્યજી દેવાયું છે. કારેલીબાગના પીએસઆઈ એસ ડી ચૌધરી અને શી ટીમના ઈન્ચાર્જ એએસઆઈ રેખાબેન કહાર ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા અને બાળકનો કબજો મેળવી 108 એમ્બ્યુલન્સ વાન વાટે તેને સયાજી હોસ્પિટલમાં ખસેડ્યું હતું. અહીં તેની સારવાર કરીને તેને બાદમાં રુકમણી ચૈનાની પ્રસુતિ ગૃહમાં રાખવામાં આવ્યું હતું.
બોર્ડર પર તૈનાત ગુજરાત પોલીસને માત્ર હપ્તામાં જ રસ? અરવલ્લીમાં મોતની સવારીના દૃશ્યો
પોલીસને મળી ગયો પરિવાર
એક તરફ આવી કડકડતી ઠંડી છે અને બીજી તરફ કચરાના ઢગલામાં ઈન્ફેક્શન થવાના પણ ચાન્સ વધારે હોય આવી સ્થિતિમાં કોણ નિર્દયી હોય કે જે બાળકને આમ ત્યજી દે? તે સવાલ પોલીસના મનમાં સતત ઊભો થઈ રહ્યો હતો. પોલીસે આ બાળકને કોણ મુકી ગયું છે તેની તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું કે મચ્છીપીઠ ખાતે રહેતા કપલે બાળકને ત્યજ્યું હતું. પોલીસે તેમના અને તેમના પરિવાર સાથે વાત કરી તો આખરે આ બાળક તેમનું જ હોવાનું તેમણે કબુલ્યું હતું. પોલીસે પુછપરછ કરી ત્યારે જાણકારી મળી કે, આ યુવક અને યુવતી એક જ બિલ્ડીંગમાં પહેલા અને ગ્રાઉન્ડ ફ્લોર પર રહે છે. બંનેની ત્રણ વર્ષ પહેલા સગાઈ થઈ ગઈ હતી અને બે દિવસ પછી તેમના લગ્ન પણ હતા. આ સગાઈના સમયમાં તેમના વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા.
પતિ ના ગમ્યો તો તેનું મર્ડર કરી નાખ્યુંઃ કપડવંજમાં કોર્ટે પત્નીને આપી આજીવન કેદની સજા
લગ્ન પહેલા બાળક જન્મતા યુવક ડરી ગયો
શારીરિક સંબંધોને કારણે યુવતી લગ્ન પહેલા જ ગર્ભવતી થઈ ગઈ હતી. જેના કારણે યુવતી ઘરમાંથી બહાર નીકળતી ન હતી જોકે અવારનવાર પેટમાં દુખાવાની ફરિયાદ સાથે તે ગેસ થયો વગેરે જેવા કારણ આપી પરિવારથી ગર્ભાવસ્થા છૂપાવતી રહી હતી. લગ્નના બે જ દિવસ પહેલા તેને પ્રસૂતિની પીડા થઈ હતી. પેટમાં દુઃખાવાની વાત કરી તે પોતાના ભાવી પતિ સાથે રિક્ષામાં હોસ્પિટલ જવા નીકળી પણ વચ્ચે ખાસવાડી સ્મશાન પાસે જ રસ્તામાં યુવતીએ બાળકને જન્મ આપી દીધો. જે પછી યુવતી બેભાન થઈ ગઈ. યુવક યુવતીને લઈ સયાજી હોસ્પિટલમાં ગયો અને બાળકને રિક્ષામાં મુકી રાખ્યું હતું. લગ્નના બે જ દિવસ પહેલા બાળક જન્મી ગયું હોવાનું સામે આવતા યુવક ડરી ગયો અને તેણે બાળકને ખાસવાડી સ્મશાન પાસે ત્યજી દીધું અને ત્યાંથી રવાના થઈ ગયો હતો. પોલીસે તેમની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બાળકનો જન્મ પુરા માસે થયો છે અને બાળકની નાડી કાપ્યા વગર જ તેને ત્યજી દેવામાં આવ્યું હતું. આ તરફ યુવકના પિતાએ કહ્યું કે અમને આ અંગે કોઈ માહિતી ન હતી. જોકે તેમણે કરેલી આ ભુલ માફીને પાત્ર નથી તેવું પણ તેમણે ઉમેર્યું હતું.
ADVERTISEMENT