સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં એક ગંભીર ઘટના સામે આવી છે જેમાં એક શખ્સે ત્રણ વ્યક્તિને જાહેરમાં જ રહેંશી નાખ્યા છે. ઘટનામાં, સામાન્ય બાબત પર ત્રણ વ્યક્તિની હત્યયા થઈ ગઈ છે. આ ઘટના બની છે વઢવાણ તાલુકાના ફુલગ્રામ ગામે. ફુલગ્રામ ગામે રસ્તાને લઈને બંને વચ્ચે લાંબા સમયથી રસ્તાને લઈને મનદુખ ચાલતું હતું જેને લઈને તકરાર અગાઉ પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી ચુકી હતી. તે બાબતે શખ્સે પિતા, પુત્ર અને પુત્રવધુને મોતને ઘાટ ઉતારી દીધા છે. પોલીસે સ્થળ પર દોડી આવી મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
જૂનાગઢનું બજેટઃ 17કરોડના ટેકસ વધારા સાથે પ્રજા પર બોજ, આપી મંજૂરી
અચાનક આક્રમક બની ગયો શખ્સ
સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ફુલગ્રામ ગામે ત્રીપલ મર્ડરની ઘટના બની છે. અહીં હમીરભાઈ કેહરભાઈ મેમકીયા, તેમનો પુત્ર અને પુત્ર વધુ સાથે નવી મોરવાડ ગામનો રહેવાસી ભગો નાગજીભાઈએ રસ્તાને લઈને બંને વચ્ચે લાંબા સમયથી રસ્તાને લઈને મનદુખ ચાલતું હતું જેને લઈને તકરાર અગાઉ પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી ચુકી હતી. જેમાં ભગો અચાનક ઉશ્કેરાઈને આક્રમક બની ગયો હતો. તેણે આ ત્રણેય વ્યક્તિની હત્યા કરી નાખી હતી. વાડીએથી જ્યારે તેઓ ઘરે આવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. જેમાં તિક્ષણ હથિયાર વડે તેમનું ગળુ કાપીને તેમની હત્યા કરવામાં આવી હતી. પત્ની દક્ષા પર હુમલો થતા વચ્ચે પડેલા હમીરભાઈ અને તેમના પુત્રને પણ રહેંશી નાખવામાં આવ્યા હતા. લોકો પણ વચ્ચે પડ્યા હતા અને આરોપીને પકડીને પહેલા તો ઘરમાં જ પુરી દીધો હતો. ઘટનાની જાણ પોલીસને થતા વઢવાણ જોરાવરનગર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
(ઈનપુટઃ સાજીદ બેલીમ, સુરેન્દ્રનગર)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT