સુરતઃ સુરતમાં એક કંપારી છોડાવી દેનારી ઘટના બની છે જેમાં એક મહિલા ત્રીજા માળેથી નીચે પટકાતા તેનું મૃત્યુ થયું છે. મહિલા ઘરમાં સાફસફાઈ કરી રહી હતી. દરમિયાન બલ્કનીમાં ટેબલ મુકી તેના પરથી સાફ સફાઈ કરવા જતા આ દૂર્ઘટના ઘટી હતી. મહિલાને ગંભીર ઈજાઓ થતા સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
ત્રીજા માળેથી નીચે રોડ પર પટકાયા
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા ઉમિયાનગર ફ્લેટમાં રહેતા ભારતીબેન જશવંતભાઈ પટેલ આજે સાફ સફાઈ કરી રહ્યા હતા. અહીં ત્રીજા માળે પરિવાર સાથે રહેતા ભારતીબેન ફ્લેટની બાલ્કનીમાં ટેબલ મુકીને સફાઈ કરી રહ્યા હતા. દરમિયાનમાં તેમનું સંતુલન ખોરવાઈ જતા તેઓ ત્યાંથી સીધા નીચે આરસીસીના રોડ પર પટકાયા હતા.
ઘટના સીસીટીવીમાં કેદ
આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવી ઘણા હચમચાવી દેનારા છે. મહિલા જ્યારે ત્રીજા માળેથી નીચે પટકાઈ ત્યારે આસપાસના રહેવાસીઓ પણ દોડી આવ્યા હતા. જોકે નીચે પટકાતા જ મહિલાનું સ્થળ પર મોત નિપજ્યું હતું. પરિવાર ભારતીબેનના અચાનક થયેલા મૃત્યુને પગલે શોકમાં સરી પડ્યો છે. મામલાને લઈને સ્થાનીક પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT