નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે ફોર લેન રોડ રસ્તાના વડતર માટે ખેડૂતો વર્ષોથી રાહ જોઈ રહ્યા છે પરંતુ વળતર નહીં મળતા ખેડૂતોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે. રોડના વળતરને લઈને 14 વર્ષ જેટલો સમય થવા છતા ઘણા ખેડૂતોને તેના વળતર નથી મળી રહ્યા તેને લઈને ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણીથી લઈને બજેટ સુધી નેતાઓ દ્વારા સતત ખેડૂતોને કેન્દ્રમાં રાખીને પણ ઘણા ચૂંટણી કેમ્પેઈન કરવામાં આવ્યા છે તો બજેટમાં ઘણી જોગવાઈઓ કરવામાં આવી છે. જોકે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રોડ બનાવવાને લઈને જમીની હકીકત શું છે તે પણ જાણવું જરૂરી બન્યું છે. જોકે કોર્ટે આ મામલામાં ખેડૂતોને કલેક્ટર ઓફીસ, પ્રાંત કચેરી અને આરએનબીના અધિકારીઓ તથા કર્મચારીઓના ટેબલ ખુરશી સહિતનો સામાન જપ્ત કરવા કહ્યું હતું.
ADVERTISEMENT
કોર્ટે કહ્યું અને ખેડૂતોએ R&Bનો સામાન કર્યો જપ્ત
પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષ 2009 માં ફોર લેન રસ્તા માટે આપેલી જમીનનું વળતર ન મળતા કોર્ટે તમામ R&B કલેકટર ઓફીસ અને SDM ની ઓફીસની જપ્તી ઓર્ડર કરાયો હતો. રાજપીપળાથી દેવાલીયા સુધીના રસ્તાને લઈને ખેડૂતોના કરોડો રૂપિયા હજુ પણ બાકી છે. ખેડૂતો કોર્ટમાં જતા કોર્ટે કલેક્ટર, નર્મદાની પ્રાંત કચેરી અને માર્ગ અને મકાન વિભાગના ફર્નિચર કોમ્પ્યુટર સહિતના સામાનની જપ્તી કરવા કહ્યું હતું. કોર્ટના કર્મચારીઓ અને પોલીસ સાથે ખેડૂતોએ કચેરીઓ પર હલ્લાબોલ કર્યો હતો. સરકાર ગ્રાન્ટ નહીં આપતા અધિકારીઓના ટેબલ ખુરશી સહિતની વસ્તુઓ ખેડૂતો દ્વારા જપ્ત કરવામાં આવી હતી. કોર્ટના અધિકારીઓ અને વકીલો સાથે ખેડૂતોએ અધિકારીઓને બહાર કાઢી સામાન જપ્ત કર્યો છે.
ખેડૂત આગેવાન પ્રવિણસિંહ ગોહિલે કહ્યું કે, ખેડૂતોએ ફોરલેન રોડ માટે જમીનો આપી પણ વળતર મળ્યું ન હતું. કોર્ટે હવે આ મામલે આરએનબી કચેરી, કલેક્ટર ઓફીસ અને પ્રાંત અધિકારીની કચેરીનો સામાન જપ્ત કરવા કહેવાયું હતું. અમે ખેડૂતોએ આરએનબીની કચેરીનો હાલ સામાન જપ્ત કરી લીધો છે અને કોર્ટમાં જમા કરાવી દીધો છે. કોર્ટે સામાન જપ્ત કરીને વળતર વસુલવા કહ્યું હતું.
ADVERTISEMENT