હેતાલી શાહ.આણંદઃ ચરોતરમાંથી વિદેશ જવા માંગતા લોકો કોઈપણ ભોગે વિદેશ પહોંચવા તૈયાર હોય છે. જોકે તે માત્ર ચરોતર જ નહીં પરંતુ ગુજરાતભરમાં એવા ઘણા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે જેમાં લોકોની વિદેશ જવાની ઘેલછાને કારણે ગુનાહીત માનસીકતા ધરાવતા શખ્સો અવનવા રસ્તા કાઢી લેતા હોય છે, ભલે તે કાયદેસર હોય કે ગેરકાયદે. અગાઉ પણ નડિયાદ અને આણંદમાંથી ડુપ્લીકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપાયું હતું. ત્યારે ફરી એકવાર આજે આણંદ એસ ઓ જી દ્વારા ચાંગા યુનિવર્સિટી નજીકના કોમ્પલેક્ષમાં દરોડો પાડી ડુપ્લીકેટ માર્કશીટ કૌભાંડ ચલાવતા ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે અન્ય બે ઈસમોની તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
ભરુચઃ ચાલુ શાળાએ સ્લેબ તૂટી પડતા 8થી વધુ વિદ્યાર્થિનીઓ ઇજાગ્રસ્ત-Video
પોલીસે કોને ઝડપ્યા કોનની શોધમાં…
આણંદ એસ.ઓ.જી પોલીસને બાતમી મળી હતી કે, ચાંગા ચારુસેઠ યુનિવર્સિટી પાસે આવેલા પ્રાઇમ કોમ્પલેક્ષમાં એક વ્યક્તિ જુદી જુદી યુનિવર્સિટીની શૈક્ષણિક સંસ્થાના ડુપ્લીકેટ સર્ટિફિકેટ બનાવી વિદેશ જવા માંગતા લોકોને વિઝામાં મદદ કરે છે. જે બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દરોડો કરીને નરસંડાના રોનક હિમાંશુ પંડ્યાની અટક કરી હતી. જ્યારે અન્ય બે આરોપીઓ આણંદના દેવેન્દ્ર પટેલ અને વડોદરાના કારેલીબાગના નિશ્ચિતની પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે આ મામલામાં હજુ પણ નવા નામો સામે આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
ભારતની તુર્કી પર અસર: પાકિસ્તાની પીએમ તુર્કી પ્રવાસની જાહેરાત કરી તુર્કીએ કહ્યું આવતા જ નહી
85 હજારનો મુદ્દામાલ જપ્ત
પોલીસ દ્વારા સ્થળ ઉપરથી 16 ઓરીજનલ મળી કુલ ૧૮૯ ડુપ્લીકેટ સર્ટિફિકેટ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓફિસમાંથી કોમ્પ્યુટર, પ્રિન્ટર, આઇફોન, બેંકની પાસબુક, એટીએમ કાર્ડ તેમ જ ચેકબુક મળી કુલ 85 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસની આ તપાસમાં આગામી દિવસોમાં રાજ્ય વ્યાપી કે આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
ADVERTISEMENT