જુનાગઢના રાજ ભારતી બાપુના લોકરમાંથી મળી આવ્યા બંદૂકના કાર્ટિઝઃ કોલ રેકોર્ડિંગ ચેક કરાયા

ભાર્ગવી જોશી.જુનાગઢઃ જુનાગઢના ખેતલીયા દાદા મંદિરના મહંતના આપઘાતના કેસમાં સતત કાંઈકને કાંઈક ચોંકાવનારી બાબતો સામે આવતી રહે છે. હાલમાં પોલીસને તપાસ દરમિયાન આ કેસમાં રાજ…

gujarattak
follow google news

ભાર્ગવી જોશી.જુનાગઢઃ જુનાગઢના ખેતલીયા દાદા મંદિરના મહંતના આપઘાતના કેસમાં સતત કાંઈકને કાંઈક ચોંકાવનારી બાબતો સામે આવતી રહે છે. હાલમાં પોલીસને તપાસ દરમિયાન આ કેસમાં રાજ ભારતી બાપુના લોકરમાંથી બંદૂકના કાર્ટિઝ મળી આવ્યા છે. મહંત પાસે આ કાર્ટિઝ કેમ હતા તે પણ હવે સવાલ ઊભો થઈ રહ્યો છે. પોલીસ દ્વારાસાધુ સંતો,સેવકો, ગુરુ મહારાજના નિવેદન લેવાયા છે. મોબાઈલ ડિટેઈલ્સ અને કોલ રેકોર્ડિંગ પણ ચેક કરાયા છે. માખિયલા પાસે કિંમતી પ્રોપર્ટી, ખડિયા પાસે પ્રોપર્ટી, સહિત અનેક પ્રોપર્ટીમાં ભાગીદારી હોવાની જાણકારી પણ સામે આવી રહી છે. સાથે જ મોબાઈલ અઢી વરસથી ચોરાઈ ગયો હોવા છતાં કેમ ફરિયાદ કરી ન હતી? તે પણ એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. આ તરફ પોલીસના લાંબા હાથ પણ વીડિયો પત્ર અને ઓડિયો વાયરલ કરનાર કોણ છે તે હજુ સુધી શોધી શકી નથી. રાજ ભારતી બાપુને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવામાં આવ્યા હોવાનો સાધુ સંતોનો દાવો પણ ફરિયાદ કરવા તૈયાર નથી. સાથે જ જો કોઈ રીતે તેઓ બ્લેકમેઇલ થતાં હોય તો રૂપિયાની લેવડ દેવડ થતી હતી પણ કોની સાથે થતી હતી આ આર્થિક લેવડ દેવડ એ પગેરું પોલીસ શોધી રહી છે.

કોંગ્રેસને વધુ એક ફટકો, આણંદ જિલ્લાના આ દિગ્ગજ નેતા જોડાયા ભાજપમાં

પોલીસે અંગત લોકર ખોલ્યા
જૂનાગઢના ખેતલીયા દાદા મંદિરના મહંત રાજભારતી બાપુના આપઘાત નું કારણ હજી પણ અકબંધ છે. પોલીસે રાજભારતી સાથે સંકળાયેલા તમામ સાધુ સંતો સેવકો અને સંપર્કમાં આવેલી વ્યક્તિઓ સાથે વાતચીત કરી છે તેમજ બાપુના અંગત લોકર પણ ખોલ્યા છે જેમાંથી મળેલા દસ્તાવેજો મહત્વના કાગળો, તેમજ બંદૂકની કાર્ટિઝ મળી આવી છે.જોકે પોલીસે કરેલી મોબાઈલ, કોલ મેસેજ, whatsapp ચેટ સહિત ડિટેઈલ્સની તપાસમાં કોઈ શંકાસ્પદ મેસેજ કે વિગત જાણવા મળી ન હોવાનું પોલીસ કહી રહી છે. બીજી તરફ ખોલેલા લોકરમાં અને દસ્તાવેજોની ચકાસણી કરતા એવું જાણવા મળ્યું છે કે રાજભારતી બાપુએ ખૂબ કિંમતી એવી અનેક પ્રોપર્ટી ધરાવતા હતા. તેમજ અન્ય મિલકતો પણ છે જેની કિંમત કરોડોમાં આવે એમ છે ત્યારે પ્રોપર્ટીના કારણે આ મૃત્યુ થયું છે કે કેમ એ અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

પરીક્ષાર્થીઓના આંદોલનની કલ્પનામાત્રથી ધ્રુજી સરકારઃ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પર મોટી ફોર્સ ઉતારી

આર્થીક લેવડ-દેવડના પુરાવા મળ્યા નથી
પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જેમાંથી વીડિયો અને ઓડિયો વાયરલ થયા એ મોબાઇલ અઢી વર્ષ પહેલા ગુમ હતો, જે અંગે રજ ભારતી બાપુએ કોઈ જ ફરિયાદ નોંધાવી નહોતી. આથી પોલીસ આ અંગે પણ તપાસ કરી રહી છે મોબાઇલમાં કોઈ જ શંકાસ્પદ મેસેજ કે whatsapp ચેટ જોવા મળ્યા નથી એટલે કે જે કંઈ વીડિયો કે whatsapp ચેટ વાયરલ થયા છે એ અઢી વર્ષ પહેલા ગુમ થયેલા મોબાઈલના હોય અને અઢી વર્ષથી કોઈ બાપુને આ મામલે બ્લેકમેલ કરતું હોય એવું લાગી રહ્યું છે. જોકે આ મામલે કોઈ આર્થિક લેવડ દેવડ થતી હોય તેવું બની શકે પરંતુ તે અંગેના ચોક્કસ પુરાવા હજુ સુધી પોલીસને મળ્યા નથી. હાલ તો પોલીસ સાધુ સાથે સંલગ્ન તમામ વ્યક્તિઓની પૂછપરછ અને તપાસ કરી રહી છે કે બાપુને આપઘાત કરવા માટેના પ્રોપર્ટીના કારણો છે કે પછી વાયરલ થયેલા મોબાઈલ અને ઓડિયો, પત્ર છે. જોકે આ આખી ઘટનામાં સાધુ સંતો એક અલગ ભૂમિકામાં છે. એક તરફ રાજ ભારતી બાપુને ટ્રેપ કરવામાં આવ્યા હોય તેવો આરોપ લગાવી રહ્યા છે, બીજી તરફ ટ્રેપ કર્યા હોવાની શંકાને લઇ આ અંગે પોલીસ ફરિયાદ કરવા માટે તૈયાર નથી એમ પોલીસ કહી રહી છે. આથી રાજ ભારતી બાપુનું મૃત્યુ હાલ તો એક શંકાના દાયરામાં છે. જેનો ઉકેલ શોધવા પોલીસ પ્રયાસ કરી રહી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp