જયસુખ પટેલના ‘મગરના આંસુ’: મોરબીકાંડ પછી પહેલી વખત બોલ્યો કે… 

મોરબીઃ મોરબીનો ઝુલતો બ્રિજ તુટી પડવાની દુર્ઘટના મામલે હાઈકોર્ટે સુઓમોટો પિટિશન પર આજે સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલેને પિટિશનમાં પક્ષકાર તરીકે…

gujarattak
follow google news

મોરબીઃ મોરબીનો ઝુલતો બ્રિજ તુટી પડવાની દુર્ઘટના મામલે હાઈકોર્ટે સુઓમોટો પિટિશન પર આજે સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલેને પિટિશનમાં પક્ષકાર તરીકે જોડ્યો હતો. સાથે જ મોરબી નગરપાલિકાનો હાઈકોર્ટે ઉધડો લીધો હતો. આ મામલે પહેલી વખત જયસુખ પટેલનું નિવેદન સામે આવ્યું હતું. તેણે કહ્યું કે, ઘટનાનો અફસોસ છે મને વગદારોએ કામ સોંપ્યું હતું. અમે હેરિટેજ બચાવવા કામ હાથમાં લીધું હતું. હું સ્વેચ્છાએ વળતર ચુકવવા માગું છું. આમ ઘટનાના આટલા મહિનાઓ સુધી ભાગતો ફર્યો, કાયદાથી ચુંગાલમાંથી બચવા રીતસર તરફડીયા માર્યા અને હવે વળતર સ્વેચ્છાએ ચુકવવાની વાત કરીને જાણે મગરના આંસુ બતાવી છેતરામણું દૃશ્ય જયસુખ પટેલ ઊભું કરવા માગતો હોય તેવું સામે આવ્યું હતું.

રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે રાજકુમારની નિમણુંક, પંકજકુમાર 31 જાન્યુઆરીએ થશે નિવૃત

HCના નગરપાલિકાને વેધક સવાલ
હાઈકોર્ટે મોરબી નગરપાલિકાને આકરા સવાલ કર્યા કે, બ્રિજની સ્થિતિ ખરાબ છે એ ખબર હતી તો કેમ પગલાં ન લીધા? Oreva ગ્રુપના લોકો એ બ્રિજનું ઉદઘાટન કરીને શરૂ કરી દીધો, તમે શું કરતા હતા? સાથે જ હાઈકોર્ટને રાજ્ય સરકારે મ્યુનિસિપાલિટી એક્ટ 263 હેઠળ મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા માટે પગલા લીધા હોવાની જાણ કરાઈ હતી.

EXCLUSIVE: જૂનાગઢના રાજ ભારતી બાપુના મહિલાઓ સાથે ચેટના વોટ્સએપ સ્ક્રીનશોટ સામે આવ્યા

જયસુખ પટેલ શું દલીલ કરી?
હાઈકોર્ટમાં જયસુખ પટેલના વકીલ દ્વારા કોર્ટમાં પોતાના બચાવમાં કહેવાયું કે, મોરબી બ્રીજ તૂટવાની ઘટનાનો અફસોસ છે. મોરબી બ્રિજના સમારકામ માટે મને વગદાર લોકોએ કામ સોંપ્યું હતું. કોમર્શિયલ એક્ટિવિટીનો કોઈ ઈરાદો નહોતો. હેરિટેજ બચાવવા માટે કામ હાથમાં લીધું હતું. રાજકોટના જામ ટાવરના મેન્ટેનન્સની જવાબદારી પણ સોંપાઈ છે. મૃતકો કે ઇજાગ્રસ્તોને વળતર ચૂકવવાથી હું અન્ય જવાબદારીઓ કે કેસમાંથી છટકી નહીં શકું પરંતુ હું મારો યોગ્ય રીતે બચાવ કરવા માગું છું. 135 લોકોના જીવ જવાની ઘટના ઘણી દુખદ છે. હું સ્વેચ્છાએ વળતર ચૂકવવા માગું છું. જેની સામે કોર્ટે પોતાના હુકમમાં નોંધ્યું કે, વળતર ચૂકવવાથી પણ રેવન્યુ રાહે કે ક્રિમિનલ રાહે જયસુખ પટલની સામે થયેલી કાર્યવાહી પર કોઈ અસર પડશે નહીં. તેની સામે જે જવાબદારીઓ ઊભી થઈ છે તે કાર્યવાહીઓ ચાલુ જ રહેશે.

હવામાન વિભાગની મોટી આગાહી, જાણો રાજ્યમાં કયા વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ

રાજ્યના તમામ જર્જરીત બ્રિજ જલ્દી રિપેર કરોઃ HC
ગુજરાત હાઈકોર્ટે આ સાથે જ રાજ્યમાં જૂના બ્રિજના સમારકામ અને રિપેરીંગનું કામ યુદ્ધના ધોરણે કરવામાં આવે તેવો હુકમ પણ રાજ્ય સરકારનો કર્યો હતો. કોર્ટમાં રજૂઆત કરાઈ હતી કે રાજ્યમાં કુલ 1441 બ્રિજ છે, જેમાંથી 168 મેજર બ્રિજ છે, 180 માઈનર બ્રિજ છે. 63 જેટલા મેજર બ્રિજમાં રિપેરિંગની જરૂર છે. જેમાંથી 27 બ્રિજ રીપેર કરાયા છે અને બાકીનાની કામગીરી ચાલુ કરાઈ છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp