નવસારીઃ હવામાન વિભાગ દ્વારા 4 અને 5 માર્ચે માવઠાની આગાહી કરવામાં આવી હતી. તો સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 4થી 8 માર્ચ સુધી વરસાદ પડવાની આગાહી કરી હતી. આ બંને આગાહીઓને પગલે ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ આગાહીઓ પ્રમાણે નવસારી શહેર અને જિલ્લામાં અચાનક વાતાવરણ પલટાયું છે. ભર ઉનાળે અહીં પણ વરસાદ શરૂ થયો છે.
ADVERTISEMENT
મનીષ સિસોદીયાની હોળી જેલમાં જ થશે, દારૂ કૌભાંડમાં 20 માર્ચ સુધી તિહાડ જેલમાં મોકલાયા
ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં થઈ ચુક્યો છે વરસાદ
હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા હાલમાં જ કરવામાં આવેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં ઘણા ઠેકાંણે વરસાદ પડ્યો છે તો ઘણા જિલ્લાઓ શહેરોના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં અમરેલી, ડાંગ, ભાવનગર, અરવલ્લી સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ છૂટો છવાયો પડ્યો હતો. આજે સોમવારે નવસારીમાં વરસાદી ઝાપટા પડવાના શરૂ થયા છે. ધોધમાર રીતે પડી રહેલા ઝાપટાને કારણે લોકો પણ દોડીને છત મળે તેવી જગ્યાએ પહોંચવા લાગ્યા હતા. કારણ કે થોડી જ ક્ષણોમાં ભીંજાઈ જવાય તેવો વરસાદ પડ્યો છે. ખાસ કરીને નવસારી શહેરમાં આગાહી મુજબ ક્યાંક ક્યાં ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને લઈને હવે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
શું કહે છે અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે પોતાના વરતારા અંગે કહ્યું છે કે, ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે, દક્ષિણ ગુજરાતમાં પણ હવળવું માવઠું થઈ શકે છે, ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્ર તથા કચ્છમાં પણ વાતાવરણ પલટાય, છૂટા છવાયા છાંટા પડી શકે છે. સાથે જ માર્ચમાં 14 અને 15મીએ પણ વાતાવરણ પલટાશે. અવારનવાર માર્ચમાં વાદળો આવ્યા કરે તેમ છે. 23થી 25મી માર્ચે સમુદ્રમાં હલચલ વધી શકે છે. આ ઉપરાંત તેમણે ઉનાળો પણ એપ્રિલ 26મી પછી ગરમી વધશે અને મે મહિનામાં સાગરમાં ચક્રવાતોનું પ્રમાણ વધશે.
પાટણમાં ધ્રુજાવી મૂકે દેતો અકસ્માત, ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા પાછળ બે ટ્રક ઘુસી ગઈ, ડ્રાઈવર-કંડક્ટર…
વરસાદ અને ગરમીને લઈને હવામાન વિભાગ શું કહે છે?
હવામાન વિભાગે હાલમાં કરેલી આગાહી પ્રમાણે આગામી 4 અને 5મી માર્ચે કચ્છમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત જુનાગઢમાં ગાજવિજ સાથે પણ વરસાદ પડી શકે છે. દક્ષિણમાં દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે આ બલદાયેલા વાતાવરણ પાછળનું કારણ આપતા કહ્યું છે કે રાજસ્થાન પર સર્ક્યૂલેશનની અસરને કારણે આ વિસ્તારોમાં વરસાદ થવાનું અનુમાન છે. આ ઉપરાંત હવામાન વિભાગે આ ઉનાળો અત્યંત ગરમ રહેશે તેવી પણ વકી દર્શાવી છે. કેટલાક વિસ્તારોમાં તો રેકોર્ડ્સ તૂટે તેવી ગરમી પણ પડે તેવું માનવામાં આવી રહ્યું છે. લગભગ માર્ચના શરૂઆતના દિવસોમાં જ 40 ડિગ્રી તાપમાન પહોંચી જાય તેવી સંભાવનાઓ છે.
(ઈનપુટઃ રોનક જાની, નવસારી)
ADVERTISEMENT