શક્તિસિંહ રાજપુત.અંબાજી: શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી જે ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું દેશનું 51 શક્તિપીઠ પૈકીનું આદ્ય શક્તિપીઠ તરીકે તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ મંદિરને ગુજરાતના ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી મંદિરની વાત કરવામાં આવે તો અંબાજી મંદિર આવતા ભક્તો માતાજીના દર્શન કર્યા બાદ અંબાજી મંદિરમાં આવેલા ભેટ કાઉન્ટર ઉપરથી મોહનથાળનો પ્રસાદ પોતાના ઘરે લઈ જઈ શકતા હતા અને અંબાજી મંદિરની ઓળખ મોહનથાળના પ્રસાદ તરીકે પણ સ્થાપિત થયેલી હતી. આજે શનિવારે બપોર બાદ અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બનાવતી મહિલાઓ એકઠી થઈને હોબાળો મચાવ્યો હતો.
ADVERTISEMENT
મહિલાઓ કરેછે પ્રસાદી માટે કામ
અંબાજી મંદિરમાં પ્રસાદની કામગીરીનું કામ મોહિની કેટરર્સ સંસ્થાને આપવામાં આવ્યું છે. આ મોહિની કેટરર્સ સંસ્થામાં અંદાજે 300 જેટલી મહિલાઓ મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી કરી રહી છે. આ મહિલાઓ મોહનથાળ પ્રસાદને કેરેટમાંથી ભરીને ડબ્બામાં પેક કરવા સુધીની તમામ કામગીરી કરે છે. જેમને જણાવ્યુ હતું કે આ કામ પેટે અમને રોજગારી પણ મળે છે. મહિલાઓએ જણાવ્યું હતું કે હોળીના તહેવાર નિમિત્તે અમારી રોજગારી બંધ થઈ જવા પામી હતી અને બધી મહિલાઓ ભેગી થઈને અંબાજી મંદિર પરિસરમાં આવી હતી અને નારા લગાવ્યા હતા કે અમારી રોજગારી અમને આપવામાં આવે અને મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ કરવામાં આવે. આ સંસ્થામાં કામ કરતી મહિલાઓ મોટાભાગે ગરીબ છે અને રોજ કમાઈને રોજ તેમના ઘરનું ગુજરાત ચાલી રહ્યું છે ત્યારે હાલમાં અંબાજી મંદિર ખાતે જે મોહનથાળ પ્રસાદ બંધ કરવાનો નિર્ણય લેવાયેલ છે. તેને લઈને 300 જેટલી મહિલાઓના પરિવાર પર નવી આફત આવી છે.
ADVERTISEMENT