નર્મદાઃ આપ ધારાસભ્ય આદિવાસી યુવકના લગ્નમાં પહોંચી ગયા અને વરરાજાને કાંધે બેસી નચાવ્યો હતો. દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા અને બેન્ડ પાર્ટીના તાલે વરરાજાને ખભા પર બેસાડીને ઝુમતા જોવા મળ્યા હતા. આ વીડિયો સોશ્યલ મીડિયા પર ભરપૂર વાયરલ થવા લાગ્યો છે.
ADVERTISEMENT
અમેરિકાની વિમાન સેવા બંધ: કોમ્પ્યુટર સિસ્ટમ ઠપ્પ, સાયબર એટેકની આશંકા
ચૈતર વસાવાને જોઈ પરિવાર ખુશખુશાલ
નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના કોમદવાવ ગામે ગત 9 જાન્યુઆરી, 2023ના રોજ આદિવાસી પરિવારમાં એક લગ્નના પ્રસંગમા દેડીયાપાડાના યુવા ધારાસભ્ય અને AAP ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ ચૈતર વસાવાએ લગ્ન પ્રસંગે હાજરી આપી હતી. આપના ધારાસભ્ય ચૈતર વસાવા આજે લગ્ન પ્રસંગમાં યુવાઓની વચ્ચે ડાન્સ કરવા જઈને વરરાજાને ખભે બેસાડીને ડાન્સ કરાવ્યો હતો. ધારાસભ્ય ચૈતર વસાવાએ લગ્નમાં હાજરી આપતા જ આદિવાસી પરિવારમાં ખુશીની લહેર પણ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે પહેલા આદિવાસી અને વંચિતોના નેતા તરીકે સામે આવેલા ધારાસભ્ય ચૈતર વસાવા ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી સતત લોકોની વચ્ચે રહી રહ્યા છે.
(વીથ ઈનપુટઃ નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)
ADVERTISEMENT