હેતાલી શાહ.નડિયાદઃ ખેડા જિલ્લાની મહુધા વિધાનસભા બેઠક ભાજપે કોંગ્રેસ પાસેથી ઐતિહાસિક રીતે જીત મેળવીને આંચકી લીધી છે. ત્યારબાદ મહુધામાં અનેક ફેરફારો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વિસ્તારો અથવા તો ગામના નામને લઈને ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જેમાં મહુધાના એક ગામનું નામ મીયાપુર હતું. તેને મણીપુર કરવા માટે મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ ખેડા જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી અને જિલ્લા પંચાયતની આજે યોજાયેલી સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવામાં પણ આવ્યો છે.
ADVERTISEMENT
156 સીટ મળવા પર સુરતના જ્વેલર્સે બનાવી 156 ગ્રામની નરેન્દ્ર મોદીની પ્રતિમા, જાણો શું છે
ધારાસભ્યની રજૂઆત અને નામ બદલાયું
આજે ખેડા જિલ્લા પંચાયતની જિલ્લા પંચાયતના નવા ભવનમાં સામાન્ય સભા યોજાઈ હતી આ સામાન્ય સભામાં વર્ષ 20023 24 નું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતું અને અંદાજપત્રની શરૂઆતમાં તે મંજૂર પણ કરાયું હતું આ સામાન્ય સભામાં જિલ્લામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોનું બહુમાન કરવામાં આવ્યું હતું જેમાં મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા, કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા, માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણનું સન્માન કરાયું હતું. જોકે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાની રજૂઆત હતી કે મહુધાના મીયાપુરનુ નામ મણીપુર કરવામાં આવે, જે રજૂઆતના આધારે મહુધા તાલુકાના મિયાપુરનું નામ બદલીને મણીપુર કરવા માટે આજની જિલ્લા પંચાયતની મિટિંગમાં કામ લેવામાં આવ્યું હતું. જેને સર્વનું મતે મંજૂરી આપવામાં આવી ગઈ છે. હવે આ ઠરાવ બાદ રાજ્યકક્ષામાં મોકલવામાં આવશે અને ત્યાંથી મંજૂરી મળતા જ ટૂંક જ સમયમાં મીયાપુરનું નામ મણીપુર થઈ જશે.
ધારાસભ્ય મહિડાએ શું કહ્યું?
આ અંગે મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ ગુજરાત તક સાથે વાતચીતમાં જણાવ્યું કે,” મહુધાના મિયાપુર ગામે ગ્રામસભા ભરાઈ હતી. આ ગ્રામ સભામાં તમામ લોકો, સર્વ જ્ઞાતિ સમાજે સાથે મળીને મીયાપુર ગામનું નામ બદલવા માટે ભલામણ કરી હતી. જે ભલામણ ગ્રામસભામાં મંજૂર થઈ છે. ત્યારબાદ આ રજૂઆત મહુધા તાલુકા પંચાયતમાં પહોંચી, મહુધા તાલુકા પંચાયતમાં આ રજૂઆત મંજૂર કરવામાં આવી અને ત્યારબાદ આજે આ રજૂઆત ખેડા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કરવામાં આવી હતી. જેનો ઠરાવ થઈ ગયો છે. હવે આ ઠરાવ રાજ્યકક્ષાએ મોકલવામાં આવશે અને ત્યાંથી મંજૂરી મળતા જ મીયાપુરનું નામ મણીપુર કરવામાં આવશે.
વડોદરાઃ સગાઈમાં બંધાયા શારીરિક સંબંધો, લગ્નના બે દિવસ પહેલા બાળક જન્મતા કચરામાં ફેંકી દીધું
ખેડા જિલ્લા પંચાયત પ્રમુખે શું કહ્યું ?
આ અંગે ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલે જણાવ્યું કે,” આજની સામાન્ય સભામાં ખાસ અધ્યક્ષ સ્થાનેથી ત્રણ કામ લેવામાં આવ્યા. જેમાંથી એક કામ હતું, મહુધા તાલુકાનું મીયાપુર ગામનું નામ બદલી મણીપુર કરવામાં આવે. તેની દરખાસ્ત મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા દ્વારા કરવામાં આવી હતી. જે કામ આજે સામાન્ય સભામાં લેવામાં આવ્યું અને મહુધાના મીયાપુરગામનુ નામ મણીપુર કરવા માટે સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જે રાજયકક્ષાએ મંજુરી માટે મોકલવામાં આવશે અને મંજુરી મળતા ગામનું નામ મણીપુર થઈ જશે.
મહત્વનું છે કે મહુધા વિધાનસભા આઝાદીકાળથી કોંગ્રેસ પાસે રહી છે પરંતુ હવે મહુધા તાલુકા પંચાયત અને મહુધા વિધાનસભા ભાજપ શાસિત બની છે. જેને લઈને મહુધાના ગ્રામજનોના અટકી પડેલા કામો હવે વેગ પકડી રહ્યા છે.
ADVERTISEMENT