અમરેલીનો અદ્ભુત Viral Video: બાળકો બસમાં હતા અને સિંહબાળની મસ્તી- જુઓ

અમરેલીઃ અમરેલી-ધારી સફારી પાર્કનો એક અદ્ભુત વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાળ સિંહો અને બાળકો એક બીજાની ઘણી જ નજીક હતા. જોકે ચિંતાનો વિષય…

gujarattak
follow google news

અમરેલીઃ અમરેલી-ધારી સફારી પાર્કનો એક અદ્ભુત વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાળ સિંહો અને બાળકો એક બીજાની ઘણી જ નજીક હતા. જોકે ચિંતાનો વિષય નથી બાળકો અને તેમના પરિવાર એક બસમાં હતા જે બસની આસપાસ સિંહ બાળો દ્વારા ટોળા થઈને મસ્તી કરવામાં આવી રહી હતી.

સિંહબાળનો પ્રર્યટક બસમાં ચઢવાનો પ્રયાસ
અમરેલી-ધારી સફારી પાર્ટનો એક મનોરંજક વીડિયો સોશ્યલ મીડિયા પર ફરતો થયો છો. ધારી સફારી પાર્કમાં પર્યટકોની મીની બસને 2 સિંહ બાળ ઘેરી વળ્યા છે. આ વીડિયોમાં બે પઠુરીયા સિંહબાળોએ પ્રવાસીઓની આ પર્યટક બસમાં ચઢવાનો પ્રયાસ પણ કર્યો હોવાનું જોવા મળે છે. આ ઘટનાનો વીડિયો ત્યાં હાજર એક વ્યક્તિ દ્વારા મોબાઈલમાં કંડારી લેવાયો હતો. જે અહીં દર્શાવાયો છે.

અમેરિકામાં આણંદના યુવકની લૂંટના ઈરાદે હત્યાઃ ઘરમાં ઘૂસી અશ્વેતોનું ફાયરિંગ, પત્ની-દીકરી ઈજાગ્રસ્ત

સિંહ અને માણસ વચ્ચેનો અનોખો સંબંધ
અહીં સુધી કે આ વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રવાસીઓની બસની આગળ જ સિંહ બે પગે ઊભાા થઈને જાણે બસમાં તપાસ કરતા હોય તેવું જોવા મળી રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે અહીં સિંહ અને માનવ વચ્ચે છેલ્લા ઘણા સમયથી એવો ભાવ જોવા મળે છે કે બંને એક બીજાની સાથે રહેવા ટેવાઈ ગયા હોય. સિંહોએ પણ ક્યારેય માનવ પર હુમલો કર્યો હોય તેવું સામે આવ્યું નથી, હાં માણસ જરૂર વટ પાડવાના ચક્કરમાં સિંહોને હેરાન કરતો આવ્યો છે. આ વીડિયો બે ત્રણ દિવસ અગાઉનો હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે.

(વીથ ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)

 

    follow whatsapp