સુરેન્દ્રનગરઃ લીંબડી-અમદાવાદ હાઈવે પર કાર-આઈસર વચ્ચે અકસ્માત, 3 વ્યક્તિના મોત

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર ખાતે લિંબડી અમદાવાદ હાઈવે પર વધુ એક અકસ્માત થયો છે. કાર અને આઈસર ટ્રક વચ્ચે થયેલા આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના જીવ ગયા છે.…

gujarattak
follow google news

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર ખાતે લિંબડી અમદાવાદ હાઈવે પર વધુ એક અકસ્માત થયો છે. કાર અને આઈસર ટ્રક વચ્ચે થયેલા આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના જીવ ગયા છે. અકસ્માતમાં સ્થળ પર જ બે વ્યક્તિના મૃત્યુ થયા હતા. જ્યારે 1 મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. ગંભીર હાલતમાં મહિલાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે ત્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે આ મામલે સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ધીરેન્દ્ર શાસ્ત્રી જ નહીં, ‘ચમત્કાર’ના છે ઘણા કિસ્સા, જ્યારે ચંદ્રાસ્વામીએ બ્રિટનના ભાવી PMને પહેરાવ્યું હતું

આઈસરની પાછળ ઘૂસી ગઈ કાર
લિંબડી-અમદાવાદ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત થયાના અહેવાલ સામે આવ્યા છે. ઘટના ત્યારે બની જ્યારે ચોરાનિયા ગામ પાસે એક કાર આઈસર ટ્રકના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી. ધડાકાભેર કાર અને આઈસર ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં સ્થળ પર જ બે વ્યક્તિના મોત થયા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે આસપાસના લોકો પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા. ઘટનામાં 1 મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલમાં સારવાર કારગર નિવડે તે પહેલા મહિલાનું મૃત્યુ થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ઘટનામાં પરિવાર રાજસ્થાનથી રાજકોટ જઈ રહ્યો હતો ત્યારે બની હતી. પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(ઈનપુટઃ સાજીદ બેલીમ)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp