ગાંધીનગરઃ જુની જમીન માપણીના રુપાણી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને હાલની ભુપેન્દ્ર પટેલ સરકારે બદલી નાખ્યો છે. જમીન સર્વે દરમિયાન અગાઉ કોઈના સર્વે નંબર જ ગાયબ, અદલ બદલ થઈ જવા, જેવી ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ હતી. જે પછી ભારતીય કિસાન સંઘે માગણી કરી હતી કે તે રદ્દ કરવામાં આવે અને હવે તે રદ્દ કરવામાં આવ્યો છે. અગાઉ થયેલી જમીન માપણીમાં મોટી સખ્યામાં ફરિયાદો થઈ હતી. આ મામલામાં સરકારે પણ એજન્સીઓ પાસે કામ કરાવી હતી. જમીન માપણી માટે જ સરકારે અલબત 700 કરોડ રૂપિયાથી વધારેની ચુકવણી કરી હતી. હવે સરકારે જાણે થુકેલું ચાટ્યું હોય તેવો ઘાટ ઘડાયો છે. અગાઉની રૂપાણી સરકારમાં લીધેલા નિર્ણયને બદલી કાઢવામાં આવ્યો છે. હવે જમીન રિ-સર્વેની કામગીરી બે જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચાલુ કરવામાં આવશે. આ અંગે સરકાર કહે છે કે અમને ખાતરી છે કે અગાઉ કંપનીના સર્વેની કામગીરીમાં જે ક્ષતિઓ રહી ગઈ તેના કારણે ખુબ મોટો પ્રશ્ન ઊભો થયો તે આગામી સમયમાં નહીં થાય. રિ સર્વે પુર્ણ થયા પછી તેનું ફાઈનલ ચેકિંગ કરવામાં આવશે. જુની જમીન માપણી આ સાથે જ રદ્દ થશે અને નવી માપણી શરૂ થશે.
ADVERTISEMENT
700 કરોડ લઈ ગયેલી કંપનીનું શું?
સરકારે એક એજન્સી પાસેથી જમીન સર્વેની કામગીરી કરાવી હતી જેના સરકારે 700 કરોડ રૂપિયા ચુકવ્યા હતા. જોકે તે રૂપિયા ચુકવ્યા પછી હવે તે કંપનીની કામગીરીને રદ્દ કરી દેવાઈ છે. સાવ થર્ડ ક્લાસ કામ કરીને ગયેલી આ કંપનીને 700 કરોડ આપી દીધા હવે તે 700 કરોડનું શું. શું સરકાર કંપની પાસેથી રિકવર કરશે? સાથે જ શું સરકાર આવી એજન્સી પર કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે સહિતના પ્રશ્નો ઊભા થયા છે.
National Road Safety Week: ગોધરામાં 6 દિવસ ટ્રાફિક પોલીસ કેવી કાર્યવાહી કરશે જાણો
7 લાખ કરોડની જમીન ભાજપના મળતિયાઓ પાસે ગઈઃ આંબલિયા
આ મામલે ખેડૂત નેતા અને કોંગ્રેસના કિસાન સંઘના નેતા પાલ આંબલિયાએ કહ્યું કે, 7 વર્ષથી ગુજરાતના ખેડૂતો, સામાજિક સંગઠનો, કોંગ્રેસ સહિતનાઓ દ્વારા આ અંગે માપણી રદ્દ કરવી જોઈએ તે કહેતા હતા પણ હવે 7 વર્ષ સુધી આ ચલાવીને હવે 7 વર્ષ પછી રદ્દ કરે છે. માત્ર અહીં 700 કરોડનો જ સવાલ નથી 7 લાખ કરોડની જમીન જે સરકારી ખરાબાઓ હતા તે ક્યાંકને ક્યાંક ભાજપના મળતિયાઓએ પોતાના નામે ચઢાવી દીધા. 700 કરોડ તો આપણા અને જનતાના ટેક્સના છે. જે તો વસુલવા જ જોઈએ. આ તો પોતે સરકારે સ્વિકાર્યું છે કે આ અમે ખાનગી કંપનીઓને મદદ કરી હતી.
ADVERTISEMENT