કચ્છઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે. અમરેલીમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. મીતિયાળામાં તો દર થોડા દિવસોએ ભૂકંપના આંચકાઓ લોકો અનુભવી રહ્યા છે ત્યારે ગુજરાતના કચ્છમાં ભૂકંપનો આંચકો આવતા લોકો ફરી ભયભીત થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ કચ્છ અને ભૂજ ભૂકંપના ગંભીર પરિણામો જોઈ ચુક્યા છે.
ADVERTISEMENT
અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બનાવતી મહિલાઓનો હોબાળો- Video
કચ્છમાં શનિવારે સાંજે 06:22:16 PM પર આવેલા ભૂંકપના આંચકાઓમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તરફ રિક્ટર સ્કેલ પર આ ભૂકંપનના આંચકાની તિવ્રતા 3.1ની નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાથી 22 કિલોમીટર દૂર નોંધાયું છે. આ તરફ હજુ સુધી સદનસીબે આ ભૂકંપથી કોઈ જાનહાની થયાના અહેવાલ મળી રહ્યા નથી.
ADVERTISEMENT