હેતાલી શાહ.ખેડાઃ ખેડાના પ્રસિદ્ધ યાત્રાધામ એવા નડિયાદ સંતરામ મંદિરમાં આજથી મહાસુદ પુન મેળાનો પ્રારંભ થઈ ગયો છે. રવિવારે સંતરામ મંદિરમાં સાકર વર્ષા કરવામાં આવશે. આ સમયે મોટી સંખ્યામાં ભક્તો મંદિરે દર્શન કરવા ઉમટી પડશે.
ADVERTISEMENT
રાજકોટનો રાકેશ રાજદેવ અને ટોમી ઉંઝાના 1400 કરોડના સટ્ટાનો હિસાબ મળ્યોઃ 2 સામે લૂક આઉટ નોટિસની તૈયારી
1500 કિલો સાકરની થશે વર્ષા
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે જાણીતા યાત્રાધામ સંતરામ મંદિર ખાતે આજથે મહાસુદ પુનમ મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. આ દરમિયાન રવિવારે યોજાનારા સાકર વર્ષામાં 1500 કિલો સાકર અને 500 કિલો કોપરાની ઉછામણી કરવામાં આવશે. જોકે નડિયાદ બસ સ્ટેન્ડથી પાર સર્કલ સુધીનો માર્ગ આ દરમિયાન બંધ રહેશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળાને ધ્યાનમાં લઈને આ રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આગામી 7 તારીખ સુધી આ મેળો અવિરત 24 કલાક સુધી ચાલતો રહેશે.
ટેક્નીકલ સપોર્ટ સાથે પોલીસનો કિલ્લેબંધ બંદોબસ્ત
છેલ્લે આ મેળો વર્ષ 2019માં યોજાયો હતો. બે વર્ષ દરમિયાન કોરોનાનો સમય એવો રહ્યો કે લોકોની સુરક્ષાને ધ્યાને લઈને આ મેળાનું આયોજન કરવામાં આવ્યું ન હતું. જે પછી હવે લાંબા સમય પછી આ મેળો યોજાવા જઈ રહ્યો છે. જેના કારણે લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન પોલીસ દ્વારા પણ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસે 10 મેટલ ડિટેક્ટર, 10 બોડિવોર્મ કેમેરા, 5 દૂરબીન, 20 વોકીટોકી સેટ, 2 મેગાફોન જેવી ટેક્નીકલ સુવિધાઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ સીસીટીવી કેમેરાની મદદથી સતત સર્વેલન્સ કરવામાં આવશે. ચાલુ મેળા દરમિયાન અહીં પોલીસની શી ટીમ પણ તૈનાત રહેશે.
પાવાગઢઃ DDO સામે તલાટીની અક્કડ, ઓફીસે આવ્યા તો, તાળુ મારી રવાના
સાકર વર્ષાનું મહત્વ
સેવાની પવિત્ર ભૂમિ નડિયાદમાં આવેલા સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમનુ આગવું મહત્વ છે. આજથી બરાબર 192 વર્ષ પહેલાં આ દિવસે ભગવાન દત્તાત્રેય સ્વરૂપ યોગીરાજ અવધૂત સંતરામ મહારાજે મંદિર પરિસરમાં જીવત સમાધિ લીધી હતી. લોક વાયકા પ્રમાણે તે સમયે ત્યાં મૂકેલા બે દીવા આપોઆપ પ્રજ્વલિત થઇ ઉઠ્યાં હતા, તથા આકાશમાંથી દિવ્ય સાકરવર્ષા થઈ હતી. તે દિવસથી આ દીવાની જ્યોત અંખડ સ્વરૂપે મંદિરમાં પ્રજ્વલીત છે. તથા દર વર્ષે મહાસુદ પૂનમે પરંપરા મુજબ સાકરવર્ષા કરવામાં આવે છે. ભક્તો આ દિવસની એક વર્ષથી રાહ જોતા હોય છે અને યોગીરાજ અવધૂત સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતના દર્શન કરી ભક્તો ધન્યતા પ્રાપ્ત કરે છે.
ADVERTISEMENT