ભારત રત્નની જેમ જુનાગઢમાં અપાય છે રત્ન એવોર્ડઃ જાણો કોણ બન્યું ‘જુનાગઢ રત્ન’

ભાર્ગવી જોશી.જુનાગઢઃ આજે 26 જાન્યુઆરીએ ભારત સરકાર દ્વારા દેશના શ્રેષ્ઠ નાગરિકોને પદ્મશ્રી પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ જેવા શ્રેષ્ઠ સન્માનોથી સન્માનિત કરવામાં આવે છે ત્યારે જુનાગઢની અંદર…

gujarattak
follow google news

ભાર્ગવી જોશી.જુનાગઢઃ આજે 26 જાન્યુઆરીએ ભારત સરકાર દ્વારા દેશના શ્રેષ્ઠ નાગરિકોને પદ્મશ્રી પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ જેવા શ્રેષ્ઠ સન્માનોથી સન્માનિત કરવામાં આવે છે ત્યારે જુનાગઢની અંદર પણ એક નવી પ્રણાલી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લા પ્રશાસન દ્વારા જે કર્મચારી કે અધિકારીએ શ્રેષ્ઠ કામગીરી કરી હોય તેવા 30 જેટલા કર્મચારીઓ અને રત્નોને સન્માનિત કરવામાં આવ્યા છે અને હનુલ ચૌધરીને જુનાગઢ રત્ન એનાયત કરવામાં આવ્યો છે.

સુરતમાં યુવકને 12 કિમી ઢસેડનારો મુંબઈથી ઝડપાયો, પોલીસને મળી આવી રીતે સફળતા

કોને મળ્યો જુનાગઢ રત્ન એવોર્ડ
જૂનાગઢમાં જિલ્લા પ્રશાસન અધિકારી રચિત રાજ દ્વારા એક નવી પ્રણાલી શરૂ કરવામાં આવી જૂનાગઢના વિકાસ અને પ્રગતિ માટે શ્રેષ્ઠ કામ કરનારને જૂનાગઢ રચના આપવામાં આવ્યા. વંથલી તાલુકામાં યોજાયેલ પ્રજાસત્તાક દિનના ભવ્ય કાર્યક્રમ દરમિયાન મંત્રી રાઘવજી પટેલે વંથલીના પ્રાંત અધિકારી હનુલ ચૌધરીને જુનાગઢ રત્ન આપી સન્માનિત કરી આવો આ તકે રચિત રાજે જણાવ્યું કે જુનાગઢ માટે સારી કામગીરી કરનાર અને ખૂબ જ ખંત અને મહેનતથી પ્રજાલક્ષી કામો કરવા માટે હનુલ ચૌધરીને આ જુનાગઢ રત્ન આપવામાં આવ્યું છે. આ માટે અમે ટીમનું ગઠન કર્યું હતું. જે તમામ કર્મચારીઓના કામગીરી અને કામ પ્રણાલી અંગે નિરીક્ષણ કરી યોગ્ય વ્યક્તિને પસંદ કરે જેમાં હનુલ ચૌધરીના નામ સાથે સૌ કોઈ સમર્થ થયા એ ખુશીની વાત છે. સંગીત કાર વિપુલ ત્રિવેદી, માહિતી વિભાગના અશ્વિન પટેલ, રમત ગમત વિભાગ, આરોગ્ય વિભાગ આંગણવાડી સહિતના વિભાગોના કર્મચારીઓને સન્માનીત કરવામાં આવ્યા છે.

ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે ભાજપના નેતા આવ્યા મેદાને, ટ્વિટરથી ખેડૂતો માટે કરી આ માંગ

વંથલી પ્રાંત અધિકારી હનુલ ચૌધરી પણ ખૂબ જ ખુશ છે અને અને કલેકટર રચિત રાજના માર્ગદર્શન હેઠળ કાર્ય શૈલી અપનાવતા કામ કરવાની પ્રેરણા મળે છે તેમ જણાવ્યું છે. ભારત દેશની અંદર સર્વશ્રેષ્ઠ વ્યક્તિ જ્યારે ભારત રત્ન સન્માનિત થાય છે તેવી જ રીતે જૂનાગઢની અંદર જૂનાગઢ રત્ન આપી સન્માનિત કરવાથી લોકોમાં અને ખાસ કરીને કર્મચારીઓમાં પ્રોત્સાહન મળે તે જ હેતુ છે.

    follow whatsapp