ધનેશ પરમાર.બનાસકાંઠાઃ ડીસાની અંગ્રેજો સમયથી છેલ્લા 160 વર્ષો થી ચાલતી શિક્ષણ સંસ્થા સર ચાર્લ્સ વોટસન હાઇસ્કૂલ કે જેને લોકો ટુંકમાં એસસીડબલ્યુ હાઈસ્કૂલ કહે છે .તેનું નામ હવે બદલાઈ રહ્યું છે. ડીસા નગરપાલિકાએ સીએમ યોગીના પગલે નિર્ણય લીધો હોય તે રીતે ડીસા નગરપાલિકાએ બહુમતી એ ઠરાવ કરી આ સ્કૂલનું નામ મહારાણા પ્રતાપ હાઇસ્કૂલ રાખવાનુ નક્કી કર્યું છે. જેમાં ટૂંક સમયમાં નામાધિકરણ કરી સ્કૂલના જૂના બોર્ડ પણ બદલવામાં આવશે. સ્કૂલના સરકારી રેકર્ડમાં આ નવીન નામનો ઉપયોગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી જુના નામોને બદલવાની અને નવા નામકરણ કરવાની એક અલગ રાજનીતિ ચાલી છે. હાલમાં જ યોગી સરકાર દ્વારા અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરવામાં આવ્યું, અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું. હવે આ ઐતિહાસિક શાળાનું નામ પણ બદલવાની તૈયારીઓ કરાઈ છે, જોકે કેટલાક તજજ્ઞોનું માનવું છે કે શાળાનું નામ બદલવા કરતાં વધુ મહત્વનું શાળાઓમાં શિક્ષણ અને સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. શાળાના બિલ્ડીંગ્સની માવજત, શાળામાં આવતા શિક્ષકોની ઓછી સંખ્યાઓ, સરકારી શાળાઓની ઘટતી સંખ્યા પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે.
ADVERTISEMENT
ડીસામાં અગ્રેજોએ પોતાની હુકુમત સમયે સ્થાપી હતી સર ચાર્લ્સ વોટ્સન હાઇસ્કૂલ…
ડીસામાં વર્ષો સુધી અંગ્રેજો છાવણી બનાવી રહેતા હતા ડીસાનો રેજીમેન્ટ વિસ્તાર લશ્કર છાવણી તરીકે ઓળખાતો. તો વળી ડીસામાં અંગ્રેજો દ્વારા સ્થાપિત હવાઈ પિલ્લર સહિત અનેક મંદિરો પણ આજે યથાવત છે. અંગ્રેજો જ્યારે રહેતા હતા ત્યારે તેઓએ સ્કૂલના બાળકોને ભણવા માટે સર ચાર્લ્સ વોટસન નામની સ્કૂલ બનાવી હતી. આ સ્કૂલનું સંચાલન તે સમયે અંગ્રેજો તે બાદ બનાસકાંઠા જિલ્લા પંચાયત અને ત્યારબાદ નગરપાલિકા અસ્તિત્વમાં આવતા આ ડીસા નગરપાલિકા સ્કૂલનું સંચાલન કરે છે. આઝાદી બાદના આટલા વર્ષોમાં આ સ્કૂલનું નામ બદલવા માટે અનેક સંસ્થાઓએ રજૂઆતો પણ કરી હતી. અને સ્કૂલનું નામ અંગ્રેજોની ગુલામી સમયની યાદ અપાવતું હોય તેને બદલવાની વાત થઈ હતી.
Live: જુઓ સૂર્ય ગ્રહણના અદ્ભૂત દ્રષ્યો, જાણો તેના મહામ્ય અંગે
ડીસા નગરપાલિકા સત્તાધારી ભાજપ સદસ્યો અને પ્રમુખે રાજુ ઠક્કરે બહુમતીએ કર્યો ઠરાવ…..
શાળાના નામ બદલવા પર પ્રમુખ રાજુ ઠક્કર કહે છે કે, ઉત્તર પ્રદેશમાં સીએમ યોગીએ અંગ્રેજો તેમજ મોગલો સમયના અનેક નામો બદલ્યા છે. ભારત હિન્દુ રાષ્ટ્ર છે ત્યારે આ સ્કૂલનું નામ અંગ્રેજી સમયની ગુલામી ને યાદ કરાવતું હતું. મારી સમક્ષ અનેક રજૂઆતો આવ્યા બાદ અમોએ જાહેર હિતમાં આ સ્કૂલનું નામ સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલ બદલી મહારાણા પ્રતાપ હાઇસ્કૂલ રાખ્યું છે. જેનો પાલિકા સદસ્યોએ ટેકો આપતા બહુમતીએ ઠરાવ થયો છે. હવે પછી તમામ સરકારી રેકર્ડમાં આ નામનો ઉપયોગ થશે આમાં ટૂંક સમયમાં આ નવીન નામનું નામધિકરણ કરીશું. તેવું પણ નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર જણાવ્યું હતું.
અંગ્રેજો સમયના સર ચાર્લ્સ વોટ્સન હતા નેવી ઓફિસર..
આ શાળાની સ્થાપના ઈ.સ. ૧૮૫૩ માં એક ખાનગી શાળા તરીકે કરવામાં આવી હતી. ડીસા નગરના મહાજનો આ શાળાનો વહીવટ કરતા અને તેઓની મદદથી આ શાળા ચાલતી.ઈ.સ. ૧૮૫૭ માં વિપ્લવ થયો. આ જ વર્ષમાં ૧૮૫૭ ની ફેબ્રુઆરી ૧૦મી તારીખે આ ખાનગી શાળા બ્રિટીશ સરકારને હસ્તક સોંપવામાં આવી અને તે ‘ગર્વમેન્ટ એગ્લો વર્નાકુલર સ્કૂલ-કેમ્પ ડીસા’ તરીકે ઓળખવામાં આવી. ડીસા પરત સોંપાયાના થોડા સમય પછી તે સમયના કદરદાન નવાબ સાહેબે A.G.G. સર ચર્લ્સ વોટ્સનની કદરરૂપે આ શાળાનું નામ ‘સર ચાર્લ્સ વોટ્સન હાઇસ્કૂલ’ જાહેર કર્યું. આ શાળા પાલનપુર રાજ્યના આશ્રય નીચે આવી તથા તેનો વહીવટ ડીસા મ્યુનિસિપાલીટીને હસ્તક રહ્યો, જે આજ સુધી ચાલુ છે.
Bollywood પર ITની Raid: પ્રોડ્યૂસર વિનોદ ભાનુશાલીની ઓફીસ પર કાર્યવાહી, ટેક્સ ચોરીનો આરોપ
પ્રથમ આચાર્ય સમાજ સુધારક કરસનદાસ મુળજીભાઈ..
આ શાળાના પ્રથમ આચાર્ય, ગુજરાતના પ્રથમ સમાજ સુધારક કરસનદાસ મુળજી હતા. તેઓ મુંબઈથી આવ્યા હતા. તેઓ નર્મદા શંકરના સમકાલીન હતા.આ શાળામાં એક એવો સમય આવ્યો કે ‘ડીસા કેમ્પ’નું લશ્કર ઓછું થવાથી સ્કૂલ બંધ કરવાના ભણકારા સંભળાવવા લાગ્યા હતા, પરંતુ નગરજનોની ખાસ વિનંતીને અનુસરી સરકારે ઈ.સ.૧૮૯૬ માં આ શાળા કેન્ટોન્મેન્ટ હસ્તક સોંપી ત્યારથી આ શાળા ‘કેન્ટોન્મેન્ટ એ.વી.સ્કૂલ ડીસા કેમ્પ’ નામથી જાહેર કરવામાં આવી. આ સ્થિતિ માર્ચ ૧૯૨૮ સુધી ચાલી.ઈ.સ.૧૯૨૨-૨૩ ના અરસામાં ભાડાથી આપેલા પટાની મુદ્દત પૂરી થવાથી પાલનપુરના નવાબ સર તાલે મહંમદ દ્વારા તે વખતના આબુના A.G.G. સર ચાર્લ્સ વોટ્સનની સાથે વાટાઘાટ કરી ડીસા પાછું મેળવવા માંગણી કરી. તે માંગણી સ્વીકારવામાં આવી તેથી ઈ.સ.૧૯૨૮ ની માર્ચ ૧૫ ના દિવસે ‘ડીસા કેમ્પ’ ‘પાલનપુર સ્ટેટ’ને સુપ્રત થયું. તેનું નામ ‘ડીસા કેમ્પ’ને બદલે ‘ડીસા’ રાખવામાં આવ્યું.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT