નર્મદાઃ આપના ધારાસભ્ય ચૈતર વસાવા નવા જ અંદાજમાં જોવા મળ્યા હતા. તેમણે પોતાના મતવિસ્તારમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં ચાંદલામાં ભેટ સ્વરૂપે બંધારણનું પુસ્તક ભેટ આપી સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવા જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી તેઓ સતત અહીં પોતાના મત વિસ્તાર અને અન્ય લોકોના માટે કાંઈક અનોખી રીતે આગળ આવવાના કામમાં જોતરાયેલા જોવા મળતા હોય છે.
ADVERTISEMENT
મહિસાગરઃ હોન્ડા શો-રૂમમાં આગ, લોકો ફાયર વિભાગ પર થયા ગુસ્સે, જુઓ Video વાહનો બળીને ખાખ
લોકોમાં કાયદાની સમજ વિકસાવવાનો પ્રયોગ
આપના ધારાસભ્ય ચૈતર વસાવા સતત ચર્ચાનું કેન્દ્ર બનતા જાય છે. ત્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના મોસ્કુટ ગામે એક લગ્ન પ્રસંગમાં તેમણે હાજરી આપી હતી. ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી વડપાડા (મોસ્કુટ) ગામના સરપંચ સહિત આગેવાનોની ઉસ્થિતિમાં લોકોને કાયદાકી રીતે જાગૃત કરવા અને શિક્ષણને મહત્વ આપી સમાજને એક નવી દિશા તરફ વાળવાના પ્રયાસ કર્યો હતો. તેમણે પોતાના આ પ્રયાસના રૂપે ભારતીય બંધારણના પુસ્તકની ભેટ વરરાજાને આપી હતી. આમ તો આદિવાસી વિસ્તારમાં ચાંદલા વિધિ પ્રસંગે પૈસા, વાસણ, કબાટ, ખુરશી, જેવી નવી નવી જરૂરિયાત વસ્તુઓ ભેટ આપવામાં આવતી હોય છે પરંતુ ડેડીયાપાડા વિસ્તાર ધારાસભ્ય નવો ચીલો ચિતર્યો છે. તેમનો હેતુ લોકોને પોતાના હક અને જવાબદારીઓ સહિત ભારતીય કાયદા કાનુની સામાન્ય સમજ વિકસાવવાનો હતો.
(ઈનપુટઃ નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)
ADVERTISEMENT