ગુજરાતમાં પહેલીવાર પ્રિ-બોર્ડ એક્ઝામ થશે, પરીક્ષાનો ભય-ચિંતા દૂર કરવા નવતર પ્રયોગ

અમદાવાદઃ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પરીક્ષા એક ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ આયોજન પ્રમાણે અમદાવાદમાં પ્રિલિમ પરીક્ષા પછી બોર્ડની પરીક્ષાની જેમ જ પ્રિ-બોર્ડ…

gujarattak
follow google news

અમદાવાદઃ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પરીક્ષા એક ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ આયોજન પ્રમાણે અમદાવાદમાં પ્રિલિમ પરીક્ષા પછી બોર્ડની પરીક્ષાની જેમ જ પ્રિ-બોર્ડ એક્ઝામ લેવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં તેમની સાથે સંકલન સમિતિ અમદાવાદ પણ સાથે મળીને કામ કરશે. ઉલ્લેખનીય છે કે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવેલા આ નિર્ણયની હાલ સરાહના થઈ રહી છે.

નોકરીથી લગ્ન સુધી… રાહુલ ગાંધીએ પોતાના વિશેના આ મોટા રહસ્યો પરથી હટાવ્યો પડદો

શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા
અમદાવાદમાં પ્રેક્ટિકલ એક્ઝામ માટે બોર્ડે સેન્ટરની માહિતીઓ મગાવી હતી જેમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીથી જે શાળાઓમાં યોગ્ય પ્રાયોગિક પરીક્ષા થઈ શકે, સીસીટીવી કેમેરા, વિદ્યાર્થીને જરૂરી અન્ય સગવડો હોય તેવા 63 સેન્ટર્સની માહિતી બોર્ડને મોકલવામાં આવી છે. હવે તેમાંથી બોર્ડ દ્વારા નક્કી કરેલા સેન્ટર પર પરીક્ષા થશે. પ્રાયોગિક પરીક્ષામાં શાળા બહાના એક બાહ્ય નીરીક્ષક અને એક આંતરિક નિરીક્ષકની યાદી પણ તૈયાર કરી દેવાઈ છે. તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓ પણ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટેનું આયોજન કરાયું છે.

100 નંબર પર ફોન કરો અને પોલીસ ઘરે બેઠા બેંકમાંથી લોન અપાવશે: માનવીય અભિગમ

હોલ ટિકિટ સહિત આબેહુબ બોર્ડની પરીક્ષા
અમદાવાદમાં બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો હાઉ દૂર થાય, ચિંતા અને ભારણ ઘટે તે માટે એક અનોખો નિર્ણય કરવામાં આવ્યો છે જે ગુજરાતમાં પહેલી વખત છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંકલન સમિતિ સાથે એક ખાસ આયોજન કર્યું છે જેમાં પ્રિ બોર્ડ એક્ઝામ બોર્ડની પરીક્ષા પહેલા લેવાશે. આ એક્ઝામમાં ખાસ કરીને અંગ્રેજી, વિજ્ઞાાન અને ગણિતની પરીક્ષા લેવાશે તેમાં પણ બોર્ડની પરીક્ષાની જેમ જ હોલ ટિકિટ અપાશે અને આબેહુબ તે પ્રમાણેના આયોજન સાથે આ પ્રિ બોર્ડ એક્ઝામ યોજાશે. આવું કરવાનો હેતુ એવો છે કે વિદ્યાર્થીઓના મનમાંથી બોર્ડની પરીક્ષા માટેનો જે ડર છે, ચિંતા અને તણાવનો માહોલ છે તે દૂર કરી શકાય અને તેઓ આ પરીક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ શકે.

    follow whatsapp