ગોધરાઃ વરરાજા આંગણે પહોંચ્યા’ને યુવતીનો રેપનો વીડિયો મળ્યો, પછી…

શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ ગોધરાની એક દીકરી સાથે ઘણી મોટી કરુણાતિકા સર્જાઈ ગઈ છે. થોડા સમય પહેલા એક શખ્સ દ્વારા તેની સાથે દૂષ્કર્મ કરી તેનો વીડિયો ઉતારી…

gujarattak
follow google news

શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ ગોધરાની એક દીકરી સાથે ઘણી મોટી કરુણાતિકા સર્જાઈ ગઈ છે. થોડા સમય પહેલા એક શખ્સ દ્વારા તેની સાથે દૂષ્કર્મ કરી તેનો વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો. જોકે યુવતીએ આ વાતની ફરિયાદ પોલીસમાં કરી ન હતી. આજે જ્યારે તે યુવતીના લગ્ન થવાના હતા ત્યારે જાન ઘર આંગણા સુધી પહોંચી ગઈ હતી. પણ યુવતીના લગ્ન થાય તે પહેલા જ તે નરાધમે વીડિયો ફરતો કરી દેતા લગ્ન થઈ શક્યા ન હતા. આખરે જાન પાછી વળી હતી અને યુવતીના હાથની મહેંદી તેના આંસુઓથી ભીંજાઈ ગઈ હતી. આખરે આ મામલે હવે તેણીએ પોલીસ ફરિયાદ કરી છે અને પોલીસે હવે આ નરાધમને કાયદાનો પાઠ ભણાવવા કમર કસી લીધી છે.

વરરાજા છેક ઘરઆંગણે પહોંચ્યા અને…
હાલ દુષ્કર્મના અનેક કિસ્સા સામે આવવા લાગ્યા છે. જ્યાં માસુમો કોઈ હવસખોરનો શિકાર બને છે. ક્યારેક એવા કિસ્સા પણ સામે આવતા હોય છે. જ્યાં દુષ્કર્મના કારણે માસુમોની જિંદગી બરબાદ થઈ જાય છે. આવો જ એક કિસ્સો ગોધરામાં બનવા પામ્યો. જ્યાં લગ્ન મંડપ સુધી પહોંચેલી જાન પાછી વળી ગઈ, કારણ એ હતું કે, નરાધમે યુવતી સાથે પહેલા અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું અને તેના અશ્લિલ ફોટો-વીડિયો પોતાના ફોનમાં ઉતાર્યા અને યુવતીના લગ્નના દિવસે જ વરરાજા જાન લઈને ઘર આંગણે પહોંચતા જ નરાધમે તેને સોશ્યલ મીડિયા પર ફરતા કરી દીધા હતા.

EXCLUSIVE: PSI ભરતી કૌભાંડમાં સંડોવાયેલા લોકો અંગે યુવરાજસિંહનો ઘટસ્ફોટ

દીકરી પરિવારને આર્થિક ટેકો કરવા કામ કરતી
ગોધરાના એક વિસ્તારમાં આવેલા મધ્યમ પરિવારના પિતા ચાની લારી ચલાવી પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહ્યા છે. ત્યારે માતા આજૂબાજૂના ઘરે જઈને વાસણ કપડાં ધોવે છે. તેની સાથે તેમની દીકરીઓ પણ આજૂબાજૂના ઘરે જઈ પોતાના પરિવારનું પેટીયું રળતા રહ્યા છે. ત્યારે તેમના પડોશમાં રહેતો એક શખ્સ આ ગરીબ પરિવારની દીકરીને પોતાના ઘરે વાસણ, કપડાં અને ઘરની સાફ-સફાઈ કરવા માટે બોલાવતો હતો. છેલ્લા અઢી વર્ષથી પણ વધારે સમય સુધી આ દીકરીને પોતાના ઘર અને ખેતરમાં કામ કરવા બોલાવી અને એ સમય દરમિયાન પડોશી દીકરીની એકલતાનો લાભ લઇ અવારનવાર તેની ઉપર દુષ્કર્મ ગુજારતો હતો.

ત્રિપુરા-નાગાલેન્ડમાં ફરી BJPની ગઠબંધન સરકાર, મેઘાલયમાં ત્રિશંકુંઃ સટીક Exit Poll

દીકરીની પિતાની ઉંમરનો કોણ છે આ શખ્સ
વીડિયો બનાવ્યા બાદ આરોપી દ્વારા તેને કહેવામાં આવ્યું કે, તું કોઈને કહીશ તો હું આ વીડિયો વાયરલ કરી દઈશ. વીડિયો વાયરલ ના થાય તેની બીકે છોકરી પોતાનું સર્વસ્વ લૂંટાવતી રહી. જ્યારે આજે એ દીકરીના લગ્ન હતા ત્યારે આ નરાધમે તેના વીડિયો અને ફોટો તેના થનાર પતિને મોકલી આપ્યા અને જાન લઈને આવે તે પહેલા જ વીડિયો જોઈને વરરાજા પણ ચોંકી ગયા અને લગ્ન થતા પહેલા જ અટકી ગયા. ત્યારબાદ દુલ્હન એ આ વાત સાંભળીને બેભાન થઈને પડી ત્યારે તેને દવાખાને લઈ જવામાં આવી ત્યાં જાણવા મળ્યું કે છોકરી ગર્ભવતી છે. હવે જે નરાધમ માણસે આ કૃત્ય કર્યું છે તે તેની બાપના ઉંમરનો માણસ છે 45 વર્ષનો છે, બળાત્કાર કરનારનું નામ છે મહમદ અબ્દુલ મિસ્ત્રી કે જેણે પોતાના ખેતરમાં લઈ જઈને આ દીકરીને પટાવી ફોસલાવીને દુષ્કર્મ ગુજાર્યું હતું. તેનું પરિણામ આજે સુના મંડપમાં જોવા મળ્યું છે.

લાલુ, રાબડી, મીસા સહિત 14 આરોપીઓને 15 માર્ચનું સમન્સઃ IRTC કૌભાંડ

નરાધમે આબરૂ લૂંટી હવે જિંદગી ખતમ કરી નાખીઃ પિતાની કડક સજાની માગ
આ બાબતે ભોગ બનનાર દીકરીના પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરી તેમના પડોશીના ત્યાં ઘરકામ કરવા માટે જતી હતી. ત્યારે પડોશીએ દીકરીનો એકલતાનો લાભ લઈને અવારનવાર તેની સાથે દુષ્કર્મ આચરી તેનો વીડિયો અને ફોટા પાડીને સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની ધમકી આપતો હતો. જ્યારે હું વડોદરા ગયો ત્યારે મેં આ વાયરલ થયેલા વીડિયો વિશે જાણ્યું હતું અને મેં વીડિયો દેખવા માટે કહ્યું હતું, પરંતુ મને બતાવવાની ના પાડી હતી. હવે મારે આ નરાધમને કડકમાં કડક સજા થાય એ જોઈએ. આજે મારી દીકરી સાથે આવું કર્યું કાલે કોઈ બીજી દીકરી સાથે પણ આવું કૃત્ય કરે તો આ બનાવો બે વખત બન્યા છે. એક તો આ નરાધમના બેનના છોકરાએ પણ આ જ કૃત્ય કર્યું હતું અને હવે આ નરાધમે મજબૂરીનો ફાયદો ઉઠાવી આવું કામ કર્યું છે. મારી દીકરી સવારમાં જાય તો તેને પૈસાની લાલચ આપીને ખોટા કામ કરતો હતો. તેને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી મારી માગ છે.

દીકરીનો ઘર સંસાર બનતા પહેલા તૂટી ગયો
જ્યારે આ દીકરીના લગ્ન બીજી જગ્યાએ નક્કી થઈ ગયા અને લગ્નની કંકોત્રી છપાઈ ગઈ લગ્ન માટે માંડવો પણ બંધાઈ ગયો અને આવા સમયે જ પાડોશીએ આ દીકરી ઉપર તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારેલો તેનો વીડિયો વરરાજાને મોકલી આપ્યો. પોતાના મોબાઈલમાં ઉતારેલા વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પાડોશી અનેકવાર દુષ્કર્મ ગુજરાતો રહ્યો હતો. જ્યારે પાડોશીને ખબર પડી કે યુવતીના લગ્ન માટે આવતીકાલે જાન આવી રહી છે. ત્યારે આ નરાધમે યુવતીના જેની સાથે લગ્ન થઈ રહ્યા હતા. તે મંગેતરને તેના અશ્લીલ ફોટા-વીડિયો મોકલી દેતા આખરે આ દીકરીનો ઘર સંસાર બનતા પહેલા તૂટી ગયો હતો. હાલ આ પરિવારના લોકોએ ગોધરા બી-ડિવિઝન પોલીસ મથકે આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp