અમદાવાદઃ જાણીતા ઉદ્યોગપતિ અદાણી ગ્રુપના ગૌતમ અદાણીનું એક સમયે અમદાવાદમાં કિન્ડેપીંગ થયું હતું. જેમાં ફિલ્મ અભિનેત્રીના પિતા, જાણીતો ગેંગ્સ્ટર ફઝલુ રહેમાન સહિતના આરોપીઓ દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યાનો આરોપ હતો. ઉપરાંત મુંબઈમાં જ્યારે તાજ હોટલ પર આતંકી હુમલો થયો ત્યારે પણ ગૌતમ અદાણી ત્યાં હતા તે ઘટનાઓ અંગે ગૌતમ અદાણીએ એક જાણીતી ન્યૂઝ ચેનલના ઈન્ટરવ્યૂમાં વાત કરી હતી.
ADVERTISEMENT
અપહણ કેવી રીતે થયું?
વર્ષ 1997માં અદાણી પાસેથી ખંડણી ઉઘરાવવા માટે ગેંગસ્ટર ફઝલુ રહેમાન અને તેની ટોળકી દ્વારા અમદાવાદમાં ગૌતમ અદાણીનું અપહરણ કરી લીધું હોવાનું સામે આવ્યું હતું. બનાવ એવો બન્યો હતો કે ગૌતમ અદાણી તે સમયે શાંતિલાલ પટેલ સાથે તેમની કારમાં અમદાવાદના કર્ણાવતી ક્લબથી મક્તમપુરા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન એક સ્કૂટરે તેમનો રસ્તો કાપ્યો અને રસ્તા વચ્ચે જ તેમની કાર થોભાવી દીધી. તેમની બાજુમાં અન્ય એક કાર આવીને ઊભી રહી આ કારમાંથી રિવોલ્વર સાથે કેટલાક લોકો ઉતર્યા અને ગૌતમ અદાણીને તે કારમાં બેસાડી દીધા હતા. ગૌતમ અદાણી જોઈ શકે નહીં તે રીતે તેમને કોઈ અજાણી જગ્યા પર લઈ જવાયા હતા. જે પછી અદાણી પાસે ખંડણી માગવામાં આવી હતી. ખંડણી અંગે સ્પષ્ટતા થયા પછી અદાણીને છોડી મુકાયા હતા. જે તે સમયે 1999માં સૌથી પહેલી આ કેસમાં ધરપકડ જાવેદ અંસારીની થઈ હતી અને તે પછી અન્ય નામો ખુલવા લાગ્યા જેમાં દાઉદ સાથે સંપર્ક ધરાવતો ફઝલુ રહેમાન તે સમયે તિહારમાં બંધ હોઈ તેને ટ્રાન્સફર વોરંટ સાથે અમદાવાદ લવાયો હતો. આ કેસમાં કુલ 9 આરોપીઓ હતા જેમને ફરાર જાહેર કરાયા હતા.
મોરબી કાંડમાં જયસુખ પટેલને બચાવવા કોના હવાતિયા? સપોર્ટ કરતા પોસ્ટર સો. મીડિયામાં વાઈરલ
મારું અપહરણ થયું તે રાત્રે હું શાંતિથી સુઈ ગયો હતોઃ અદાણી
આ અંગે ગૌતમ અદાણીએ કહ્યું કે, 97ની સાલમાં મારું અપહરણ થયું હતું. અપહરણ થયાના બીજા જ દિવસે મને છોડી પણ મુકવામાં આવ્યો હતો પરંતુ જે દિવસ મારું અપહરણ થયું તે રાત્રે પણ હું શાંતિથી સુઈ ગયો હતો. કારણ કે જે બાબતો તમારા હાથમાં નથી તેના અંગે વિચારીને ચિંતા કરવાનો કોઈ અર્થ નથી. મને લાગે છે કે એવી બાબતની કોઈએ ચિંતાઓ કરવી જોઈએ નહીં જે તેમના હાથમાં જ ન હોય.
26/11 વખતે પણ હું તાજમાં હતો
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ફઝલુ રહેમાનની ટોળકી કે જેમાં બોલિવુડની જાણીતી અભિનેત્રીના પિતા પણ શામેલ હતા તે તમામ ગેંગ્સ્ટર્સ બાદમાં પકડાઈ ગયા હતા. આ ગેંગ્સ્ટર્સ દ્વારા જે તે સમયે ગૌતમ અદાણીનું અપહરણ પણ ફિલ્મી ઢબે કર્યું હતું. જોકે અહીં તે તમામે ગૌતમ અદાણીને ખંડણી ઉઘરાવવા માટે કિડનેપ કર્યા હતા. ગૌતમ અદાણીએ એવું પણ કહ્યું કે 26 નવેમ્બરના રોજ જ્યારે મુંબઈમાં આતંકી હુમલો થયો ત્યારે હું તાજમાં જ હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક કાંડ મામલે પૂર્વ CM ના ભત્રીજાની કોલેજની સંડોવણી? રાજકારણ ગરમાયું
દુબઈના મિત્ર સાથે હતું તાજમાં ડિનર અને…
તેમણે કહ્યું કે, દુબઈના એક મિત્ર સાથે હું તાજમાં ડિનર કરવા ગયો હતો ત્યારે આતંકીઓ નજર સામે જ ફાયરિંગ કરી રહ્યા હતા. મેં ભયાનક દૃશ્યને ખુબ નજીકથી જોયું હતું. હોટલના ડિનર પછી બીલ ચુક્યવ્યા પછી મને આતંકી હુમલાની જાણ થઈ હતી અને તે રાત આખી ડરમાં નીકળી હતી. જો અમે થોડા મિનિટ પહેલા નીકળ્યા હોત તો કંઈક ખરાબ થઈ શક્યું હોત પણ તે પછી આખી રાત અમે તાજમાં જ પુરાઈ રહ્યા અને સવારે 7 વાગ્યે કમાન્ડોના સંપૂર્ણ સુરક્ષા દળો સાથે અમે ત્યાંથી નીકળી શક્યા હતા.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT